fbpx
ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ ચૂંટણી પ્રચાર કરશે

કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ પણ મીશન ૨૦૨૨ માટે ગુજરાતમાં પ્રચાર કરશે. ૨૦૧૭ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જે પ્રમાણે ગુજરાતમાં પ્રચાર કર્યો હતો તે પ્રમાણે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ૨૦૨૨માં ચૂંટણી પ્રચાર કરશે. હાલ તો કોંગ્રેસ, ભાજપ અને આપ ત્રણેય પાર્ટી એ ગુજરાતમાં સત્તા મેળવવા એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ‘ચૂંટણીમાં કોંગ્રેસની સીધી લડાઇ એક નહીં,પણ બે-બે મોદી સામે છે. ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન મોદી માર્કેટમાં હોશિયાર છે. અરવિંદ કેજરીવાલ પણ મોદી જેવા જ છે. આથી ગુજરાતમાં કોંગ્રેસે બે-બે મોદી સામે લડવાનું છે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ મજબુત છે. એ વિચારીને મેદાનમાં ઉતરો કે, વર્ષ ૨૦૨૨માં કોંગ્રેસની જ સરકાર બનશે. પ્રભારી શર્માનો ગેહલોતથી ઊલટો રાગસૂત્રોના જણાવ્યા પ્રમાણે

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ બેઠકમાં ગેહલોત કરતા સાવ અવળું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસને આમ આદમી પાર્ટી કે ઓવૈસીની એઆઈએમઆઈએમથી ગભરાવાની જરૂર નથી. આ બંને ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે.વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજાે ભાજપમાં જાેડાઈ જતાં હવે પક્ષમાં જૂથવાદની ચરમસીમા દેખાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતની હાજરીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં અશોક ગેહલોતે બુથ મજબૂત કરવા માટે કાર્યકરોને સૂચના આપી હતી. તે ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ આવશે તેવી પણ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી અને ભાજપની સક્રિયતા વધતાં કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગયો છે.

કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોત હાલ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. ત્યારે ચૂંટણીક્ષણી વ્યૂહરચનાને લઈ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ પણ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે. તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. ‘મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ૫૨ હજાર બુથની વિગતો એકત્રિત કરાશે. તાલુકા પ્રમુખોને આજથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં નબળી પડતી હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ માની રહ્યાં છે. આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં લોકો જાેઈ રહ્યા છે. ભારે જૂથવાદ હોવા છતાં કોંગ્રેસે ૧૨૫ બેઠકો જીતવાનો પ્લાન બનાવ્યો છે. ભાજપના પેજ પ્રમુખ સામે કોંગ્રેસે ગ્રામ સેવક અને જન મિત્ર બનાવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/