fbpx
ગુજરાત

શ્વેતક્રાંતિની થીમ પર તૈયાર થઈ રહ્યું છે ગુજરાતના આણંદનું બુલેટ ટ્રેન સ્ટેશન

શ્વેતક્રાંતિની વિશેષતાઓ અને તેનીજ થીમ પર આણંદમાં તૈયાર થઈ રહ્યું છે બુલેટ ટ્રેનનું એક દમજ નવી ડિઝાઈન નું સ્ટેશન. સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ આ બુલેટ ટ્રેન નું સ્ટેશન સ્ટેશન ૩ માળનું હશે. જેમાં ગ્રાઉન્ડ ફ્‌લોર, કોનકોર્સ અને પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવશે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન માટે ડિસેમ્બર ૨૦૨૧માં પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ૧૦૦ ટકા કોન્કોર્સ સ્લેબ, ટ્રેક સ્લેબ અને સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ થયું છે. મલ્ટિમોડલ ટ્રાફિક ઇન્ટિગ્રેશન પ્લાન તમામ વાહનોની સરળ, ઝડપી, સુરક્ષિત અને આરામદાયક અવરજવર રહેશે. ર્પાકિંગ સાથે પીકઅપ ડ્રોપ માટેની સુવિધાઓની યોજના બનાવતી વખતે સ્ટેશન વિસ્તારમાં રાહદારીઓ અને ઓટો રિક્ષા આવવા જવા માટેની સુવિધા પણ રાખવામાં આવી છે.

આ સ્ટેશન ની જગ્યાની સાથે ગાડીઓ, ટુ વ્હીલર, રિક્ષા અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં યાત્રીઓને લેવા અને મૂકવાનું અને ર્પાકિંગ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશન ફોરકોર્ટમાં સરળતાથી અવરજવર થશે અને કામગીરીના પીક અવર્સમાં ટ્રાફિક ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન ની બંને બાજુ પ્લેટફોર્મ અને વચ્ચે રેલવેના ૪ ટ્રેક નાંખેલા જોવા મળશે. તમામ આધુનિક અને અદ્યતન એવા સાધનો અને સુવિધાઓથી આ સ્ટેશન સજજ હશે. જેમાં ટિકિટ લેવાની જગ્યા અને પ્રતિક્ષાલય, બિઝનેસ ક્લાસ લોન્જ, નર્સરી, આરામગૃહ, માહિતી કેન્દ્રો, રિટેલ સેન્ટર્સ પણ હશે. આણંદ બુલેટ સ્ટેશનની એક તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ અને બીજી તરફ રાજ્ય ધોરીમાર્ગ-૧૫૦ સાથે જોડાણ માટે વધારાની જમીન હસ્તગત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/