fbpx
ગુજરાત

માવઠાએ તો ભારે કરી!! છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮ તાલુકામાં ૩ ઇંચ સુધી વરસાદ ખાબક્યો

દેશના અલગ અલગ રજીઓ સહિત ગુજરાતમાં પણ માવઠા ના કારણે અમુક જીલળોમાં તકલીફોનો વધારો થયો છે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮ તાલુકામાં ૩ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તો ૧૦ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો. ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સર્જાયેલું માવઠાનું સંકટ હજુ ટળ્યું નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં સોમવારના આવેલા આંધી- વરસાદથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. રાજ્યમાં કુલ સાત પૈકી ૪ વ્યકિતના મોત તો વીજળી પડવાથી થયા. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી., ભરૂચ, નર્મદા, આણંદ, વડોદરા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત થયા. કુલ સાત વ્યકિતના મોતમાંથી ચાર વ્યકિતના વીજળી પડવાથી, બેના ઝાડ પડવાથી અને ૧ વ્યકિતનું પતરૂ ઉડતા મોત થયું છે. તો કુલ ૧૦૭ પશુના મોત થયા છે.

જ્યારે રાજ્યના ૪ હજાર ૨૨૪ ગામમાં ૧૧ ટાઉનમાં વીજળી ડૂલ થઈ હતી. હાલ તમામ સ્થળે વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે. જ્યારે કુલ ૧૨ સબસ્ટેશન અસરગ્રસ્ત થયા તે તમામ પૂર્વવત કરી દેવાયા છે. જ્યારે ૨ હજાર ૬૦૪ ફીડરને અસર થઈ હતી. જે પૈકી મોટાભાગના પૂર્વવત થયા છે. જ્યારે કૃષિ ક્ષેત્રના ૨૯૮ ફીડર રિપેર કરવાના બાકી છે. રાજ્યમાં કુલ ૧,૦૨૩ વીજ થાંભલા પડી ગયા હતા જે પૈકી ૫૨૨ નવા નાંખી દેવાયા છે, જ્યારે ૫૦૧ નવા વીજપોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. તો આંધીના કારણે ૩૯ ટ્રાન્સફોર્મર બળી ગયા, જે પૈકી ૯ રિપેર થઈ ગયા અને ૨૯નું હજી રિપેરીંગ કામ બાકી છે.

અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ ત્રણ ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ, નર્મદાના ગરુડેશ્વર, તિલકવાડા અને વાલિયામાં દોઢથી પોણા બે ઈંચ, સુરતના ઓલપાડમાં સવા ઈંચ, અમરેલી શહેર, મહેસાણાના બેચરાજી, કચ્છના ગાંધીધામ અને નર્મદાના નાંદોદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.વેસ્ટર્સન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં .. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/