fbpx
ગુજરાત

વડોદરાનાં માંજલપુરમાં એપાર્ટમેન્ટના સાતમા માળેથી મહિલાએ પડતું મૂકી આત્મહત્યા કરી

માંજલપુરમાં આજે સવારે એપાટેમેન્ટના સાતમા માળેથી મહિલાએ નીચે પડતું મૂકીને આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. માંજલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર શ્રીકુંજ હાઇટ્‌સના સાતમા માળેથી એક મહિલાએ નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. એકાએક મહિલા નીચે પડતા પડતા સ્થાનિક રહીશો તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

પરંતુ, મહિલાનો જીવ બચ્યો નહતો. મહિલાની ઓળખ જાણવા માટે સ્થાનિક રહીશોએ મહિલાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જેના આધારે તેના પતિને જાણ થતા તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બનાવ અંગે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ.એ.એસ. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલાનું ના મનિષાબેન પ્રવિણભાઇ કદમ, હોવાનું જાણવા મળ્યું હતું. ગઇકાલે જમવા બાબતે પરિવારમાં બોલાચાલી થઇ હતી. જેનું લાગી આવતા મનિષાબેને આપઘાત કર્યો હોવાની શક્યતા છે.

Follow Me:

Related Posts