fbpx
રાષ્ટ્રીય

સ્પુટનિક અને ફાઇઝર બાદ વધુ એક કંપનીનો અસરકારક રસીનો દાવોમોર્ડનાની કોરોના રસી અંતિમ ટ્રાયલમાં ૯૪ ટકા અસરકારક રહી હોવાનો દાવો

અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) ૧૭ ડિસેમ્બરે પોતાની બેઠકમાં તે રસીના ઉપયોગને મજૂરી આપી શકે છે

અમેરિકન કંપની મોર્ડનાએ જણાવ્યું હતું કે કોરોનાથી બચાવનારી તેની રસી અંતિમ ટ્રાયલમાં ૯૪ ટકા અસરકારક રહી. વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં થતા વધારા વચ્ચે રાહતની વાત એ છે કે ઘણી કંપનીઓએ કોરોનાની રસી બનાવવાનો દાવો કર્યો છે. તેના સંદર્ભમાં વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ સ્પુટનિક અને ફાઇઝર પછી આમ વધુ એક કંપનીએ કોરોનાથી બચાવવા માટે એકદમ અસરકારક રસી બનાવવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે.
અમેરિકાની કંપની મોર્ડના હવે ઇમરજન્સી લાઇસન્સ માટે અમેરિકા, યુરોપ અને યુકેના સરકારી નિયમનકારોને તેની રસીના અંતિમ ટ્રાયલના પરિણામને મોકલવાના આખરી તબક્કામાં છે. કંપનીએ જણાવ્યું હતું કે તેને આશા છે કે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) ૧૭ ડિસેમ્બરે પોતાની બેઠકમાં તે રસીના ઉપયોગને મજૂરી આપી શકે છે.
મોર્ડના જણાવ્યા મુજબ બ્રિટનમાં તેમની રસી અંતિમ તબક્કામાં ૯૪.૫ ટકા સુધી અસરકારક રહી. છેલ્લા સપ્તાહમાં આવેલા પરિણામોથી ઉત્સાહિત કંપનીએ જણાવ્યું હતું કે બ્રિટનમાં માર્ચ ૨૦૨૧ સુધી રસીનો પુરવઠો પૂરો પાડવો શક્ય નહીં હોય. મોર્ડનાને રસી બનાવવા માટે અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટે ૨.૪૮ અબજ ડોલરનું ફંડિંગ આપ્યુ હતુ.
ભારતમાં પણ કોરોનાની રસી બનાવવાનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યુટમાં રસીની તૈયારીની સમીક્ષા કરી ચૂક્યા છે. આ અંગે માનવામાં આવે છે કે ટૂંક સમયમાં કોરોનાની રસીને લઈને સારા સમાચાર આવી શકે છે.
સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના મુજબ કોરોનાની રસી ટૂંક સમયમાં ઉપયોગ માટે તૈયાર હશે. કંપનીનું કહેવું છે કે તેમની કોવિશિલ્ડના પરિણામ શાનદાર રહ્યા છે. કંપનીના મુખ્ય અધિકારીઓ કહી ચૂક્યા છે કે કોવિશીલ્ડની ઇમરજન્સીમાં ઉપયોગની મંજૂરી માટે ટૂંક સમયમાં અરજી કરવામાં આવશે. આ જ રીતે રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક વીને ભારતમાં માનવીય પરીક્ષણ માટે મંજૂરી મળી ચૂકી છે. ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ દેશમાં કોરોનાની રસી સાથે સંલગ્ન બધી જાણકારીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/