fbpx
રાષ્ટ્રીય

એમડીએચના મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન

દેશની અગ્રણી મસાલા કંપની ‘મહેશિયા દી હટ્ટી’ના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટીનું નિધન થયું છે. આજે સવારે ૫.૩૮ વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા. તેઓ ૯૮ વર્ષના હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેકથી નિધન થયું. મહાશય ધર્મપાલ ૧૯૪૭માં થયેલા ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ ભારત આવ્યા હતાં. અહીં તેમને ઘોડા-ગાડી ચલાવીને સંઘર્ષપૂર્ણ જીવનની શરૂઆત કરી હતી અને આજે તેઓ દેશના મસાલા કિંગ બની ગયા છે. તેમને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે. મહાશય ધર્મપાલનો જન્મ ૨૭ માર્ચ, ૧૯૨૩ના રોજ સિયાલકોટ (હાલના પાકિસ્તાનમાં આવેલા એક શહેર)માં થયો હતો. વર્ષ ૧૯૩૩માં તેમને ધોરણ ૫નો અભ્યાસ અધુરો મુકી ભણવાનું છોડી દીધું હતું. વર્ષ ૧૯૩૭માં તેમણે પોતાના પિતાની મદદ્‌થી વ્યાપાર શરૂ કર્યો. તેમણે સાબુ, ગળી, કપડા, હાર્ડવેર, ચોખાનો વ્યાપાશર શરૂ કર્યો.
તેઓ લાંબા સમય સુધી આ વ્યાપાર ટકાવી ના શક્યા અને તેમના પિતાની સાથે ફરી વ્યાપાર શરૂ કર્યો. તેમને પોતાની પિતાની ‘મહેશિયો દી હટ્ટી’ નામની દુકાનમાં કામ શરૂ કરી દીધું. જેને આજે દેગી ર્મિચના નામથી ઓળખવામાં આવે છે. ૧૯૪૨માં તેમના લગ્ન થઈ ગયા હતાં. વિભાજનના કારણે તેમને સિયાલકોટ છોડવું પડ્યું હતું. તેઓ અમૃતસર આવી ગયા. અહીં તેમનું મન ના લાગ્યું. મોટા ભાઈ અને સગાસંબંધીઓ સાથે તેઓ દિલ્હી આવ્યા હતાં.
૨૭ સપ્ટેમ્બર ૧૯૪૭મં તેમની પાસે માત્ર ૧૫૦૦ રૂપિયા હતાં. કામ-ધંધો ના મળતા ૬૫૦ રૂપિયાની ઘોડા ગાડી ખરીદી અને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી કુતુબ રોડ વચ્ચે ચલાવવાનું શરૂ કર્યું હતું. આ કામથી પણ તેમનું મન ભરાઈ ગયું. તેમનું મન પિતાના મસાલાના જુના ધંધામાં લાગેલુ હતું. તેમણે ફરી એકવાર અજમલ ખાં રોડ પર ખોખા બનાવીની દાળ, તેલ, મસાલાની દુકાન શરૂ કરી દીધી. અનુભવ હોવાથી દુકાન સારી ચાલવા લાવી. આખરે તેમણે મસાલા બનાવવાના ધંધામાં ઝંપલાવ્યું. આજે એમડીએચ મસાલા નામની કંપનીને તેમણે ૨૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/