fbpx
રાષ્ટ્રીય

કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિવમાં : ૪ દિવસનું રોકાણ

દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમન પહેલા કલેકટર શ્રી સલોની રાયની આગેવાનીમાં મીટીંગો વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરાયું હતુ તથા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો હતો. કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દિવમાં આગમન થશે અને તેઓ ૪ દિવસ સુધી દિવમાં રોકાશે.દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનું રપ ડિસેમ્બરના રોજ આગમન થશે. અને ર૮ ડિસેમ્બરે દીવથી વિદાય થશે આ ચાર દિવસના રોકાણમાં ઉદ્ઘાટન, શિલાન્યાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. પરંતુ હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દીવ પ્રશાસન દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં ફરજ બજાવનારા અધિકારીઓ, કર્મીઓ, સુરક્ષાકર્મીઓ વગેરેના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા. સ્વાસ્થય વિભાગ દ્વારા એસ.પી. હેડ કવાર્ટર,, સી.એચ.સી. ઘોઘલા, ચેક પોસ્ટ, સરકીટ હાઉસ, રાધિકા બીચ રિસોટ નાગવા વગેરે સ્થળો ઉપર સેમ્પલ લેવામાં આવ્યા હતા. દીવની ચાર દિવસની મુલાકાત રાષ્ટ્રપતિ માટે કાયમી સંભારણું બની રહે તે માટે પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં સલાહકાર એ.કે. સીંધ દીવ કલેકટર સલોની રાય અને દરેક ઉચ્ચ અધિકારીઓ રાત-દિવસ ફરજ બજાવી રહેલ છે. દીવમાં પ્રશાસન દ્વારા ગોલ્ફકાર્ટ મંગાવવામાં આવેલ છે. જેથી ફરવાના સ્થળ ઉપર રાષ્ટ્રપતિ ગોલ્ફકાર્ટમાં બેસી અને સ્થળનો પુરેપુરો નઝારો જોઇ આનંદ મેળવી શકે. રાષ્ટ્રપતિની લોખંડી સુરક્ષા માટે દિવ-દમણ અને દાદરાનગર હવેલી તેમજ ગુજરાત રાજયની પોલીસ તેમજ સીઆઇએસએફ ફોર્સ, આરએએફ ફોર્સ, આઇઆરબીએન ફોર્સને આજરોજ પદમભૂષણ ગ્રાઉન્ડ ઉપર લોખંડી સુરક્ષા સંદર્ભે તાલીમ અપાઇ. સુરક્ષાની જવાબદારી માટે દમણ-દીવના ડીઆઇજી વિક્રમજીત સિઘ તેમજ દીવ એસ.પી. હરેશ્વર સ્વામીના નેતૃત્વ અને માર્ગદર્શન માં દરેક સુરક્ષા કર્મીને અલગ અલગ સ્થળે ડયુટી સોંપવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/