fbpx
રાષ્ટ્રીય

હાયર એજ્યુકેશન કમિશનની રચના ટૂંક સમયમાં કરાશેઃ સિતારમન ૧૦૦ નવી સૈનિક સ્કૂલો ખૂલશેઃ લેહમાં કેન્દ્રિય યુનિવર્સિટી સ્થપાશે

નાણા મંત્રી ર્નિમલા સીતારમણજ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યુ હતું. બજેટમાં શિક્ષણના ક્ષેત્રમાં પણ જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી ૧૦૦ નવા સૈનિક સ્કૂલ ખોલવાની જાહેરાત કરવામાં આવી તો એનજીઓની મદદથી અગાઉ જાહેર કરેલા ઉચ્ચ શિક્ષણ કમિશન બનાવવાની વાત કરી હતી. લેહમાં કેન્દ્રીય યૂનિવર્સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર ૫૦,૦૦૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.

અનુસૂચિત જાતિઓ માટે ૩૫ હજાર કરોડ રૂપિયાની સ્કૉલરશિપ આપવામાં આવી. ચાર કરોડ વિદ્યાર્થીઓને ફાયદો થયો. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર ૫૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.
આદિવાસી વિસ્તારમાં ૭૫૮ એકલવ્ય સ્કૂલ બનાવવામાં આવશે. એક સ્કૂલ પર ૩૮ કરોડ રૂપિયા ખર્ચ થશે. અનુસૂચિત જાતિઓ માટે ૩૫ હજાર કરોડ રૂપિયા સ્કૉલરશિપ આપવામાં આવી.

નાણા મંત્રીએ જણાવ્યુ કે અનુસૂચિત જાતિના ૪ કરોડ વિદ્યાર્થીઓ માટે ૩૫ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં સંયુક્ત અરબ અમીરાત સાથે મળીને સ્કિલ ટ્રેનિંગ પર કામ કરવામાં આવી રહ્યુ છે, જેનાથી લોકોને કામ મળી શકે. જેમાં ભારત અને જાપાન મળીને પણ એક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.

એનજીઓની મદદથી ૧૦૦ નવી સૈનિક સ્કૂલ ખુલશે
– અગાઉ જાહેર કરવામાં આવેલા ઉચ્ચ શિક્ષણ કમિશન આ વર્ષે બનાવવામાં આવશે
– લેહમાં કેન્દ્રીય યૂનિવર્સિટી ખોલવામાં આવશે.
– ૭૫૮ એકલવ્ય સ્કૂલ ખોલવામાં આવશે.
– આદિવાસી વિસ્તારમાં સ્કૂલ ખોલવામાં આવશે

Follow Me:

Related Posts