બજેટ ભાષણ દરમ્યાન નાણાંમંત્રીએ ભારતીય ટીમની જીતને યાદ કરી

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ ૨૦૨૧ રજુ કરતી સમયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતનો ઉલ્લેખ કર્યો. તેમણે જીતની તુલના કરતા કહ્યું કે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા છે. ઉમ્મીદ છે કે અર્થવ્યવસ્થાના રિઝલ્ટ પણ આવા જ હોય.
તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની જીત એ જણાવે છે કે અમે કોઈ પણ પરિસ્થિતિથી બહાર નીકળવા અને જીતવામાં સક્ષમ છે. ક્રિકેટ ટીમની આ જીતે આપને પ્રેરણા આપી છે અને આપણા વિશ્વાસને મજબૂત કર્યા છે.
Recent Comments