fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં મુન્દ્રા અદાણી કંપની વિરુદ્ધ સ્થાનિક ખેડૂતોએ ધરણાં યોજી વિરોધ કર્યો

દેશમાં કિસાન કૃષિ કાયદા વિરોધમાં દિલ્લી,હરિયાણા તેમજ પંજાબ સહિત દેશભરના કિશાનો એકત્રિત થઈ ધરણા યોજી રહ્યા છે ત્યારે દેશના છેવાડે ક્ચ્છ જિલ્લામાં મુન્દ્રા અદાણી કંપની વિરુદ્ધ સ્થાનિક ખેડૂતો આંદોલન તેમજ ધરણા યોજ્યા.

સરહદી ક્ચ્છ જિલ્લામાં અદાણી કંપની દ્વારા મુન્દ્રા પોર્ટ નજીક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે જમીન સંપાદિત કરવામાં આવી છે ટૂંડા ગામની જમીન સંપાદનમાં સ્થાનિક ખેડૂતો સાથે અન્યાય કરી યોગ્ય વળતર ન ચૂકવાતા રોષે ભરાયેલા ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજી અદાણી કંપનીના મુખ્ય પ્રવેશદ્વારા બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે.
અદાણી કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ રામધૂન બોલાવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેટલાક ખેડૂતો ને પૂરું વળતર આપ્યું છે જ્યારે કેટલાક ખેડૂતોને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું.

એકતરફ ખેડૂતોએ અદાણી પર ખેડૂતો સંઘઠનો માં ભાગલા પડવાની વાત પણ ઉચારી હતી. અદાણી કંપની તેમજ ખેડૂતો વચ્ચે સર્જાયેલો આ વિવાદ ક્ચ્છભરમાં ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે.. ખેડૂતોની આ લડતમાં તેમની જીત થશે કે નહીં તે જાેવું રહ્યું.

Follow Me:

Related Posts