fbpx
રાષ્ટ્રીય

ઉદ્ધવ ઠાકરેએ ગવર્નરને પ્લેનના ઉપયોગની મંજૂરી ન આપતા વિવાદ

મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચેનો વિવાદ ફરી એકવાર વધ્યો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને હવાઈ મુસાફરીની મંજૂરી આપવાની સરકારે ના પાડી. રાજ્યપાલ જ્યારે ગુરુવારે ઉત્તરાખંડ જવા માટે મુંબઇ વિમાનમથક પહોંચ્યા ત્યારે પાયલોટે ઉડાન ભરવાથી ના પાડી દીધી હતી. આ અંગે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે રાજ્યપાલને વિમાન માંથી ઉતારી દેવામાં આવ્યા હતા.. લોકો આ સરકારને સત્તામાંથી બહાર હાંકી કાઢશે. એટલું જ નહીં, ભાજપ નેતાએ કહ્યું કે સરકારે રાજ્યપાલની માફી માંગવી જાેઈએ.
ભાજપ નેતાએ કહ્યું કે જાે સરકાર રાજ્યપાલના વિમાનને મંજૂરી નથી આપતી તો તે માનહાની સમાન છે. લોકશાહી માટે આ સારું નથી. જાે સરકાર દ્વારા આવું કરવામાં આવ્યું હોય તો તેઓએ માફી માંગવી જાેઈએ. ખરેખર, રાજ્યપાલ રાજ્ય સરકારના વિમાન દ્વારા ગુરુવારે દહેરાદૂન જવાના હતા. જ્યારે તેઓ મુંબઇ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમને આ વિમાનમાં સફ્ર્‌ક્રવાની મંજુરી નથી. હવે તેણે દેહરાદૂન માટે કમર્શિયલ ફ્લાઇટ બુક કરાવી છે.
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ઉત્તરાખંડની મુલાકાતે જઈ રહ્યા હતા. તે સમયે તે સરકારી વિમાનમાં હતા. જાેકે, જાણવા મળ્યું છે કે ઠાકરે સરકારે રાજ્યપાલની યાત્રાને મંજુરી આપી ન હતી. મુખ્યમંત્રી કાર્યાલયે રાજ્યપાલની હવાઈ મુસાફરીની મંજૂરી આપી ન હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યપાલ કોશ્યારીને વિમાનમાં સવાર થયા પછી ખબર પડી કે તેમને આ વિમાનમાં યાત્રા કરવાની મંજુરી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/