fbpx
રાષ્ટ્રીય

ષડયંત્ર હોવાથી ઈન્કાર ન કરી શકાયપૂર્વ CJI રંજન ગોગોઈ સામેનો યૌન શોષણનો મામલો સુપ્રીમ કોર્ટે કર્યો બંધ

સુપ્રીમ કોર્ટે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને કથિત જાતિય સતામણીમાં ફસાવવા માટેના કેસને પડતો મૂક્યો છે. પૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્ધ આ ષડયંત્ર હોવાના રિપોર્ટને આધારે કેસમાં તપાસની પ્રક્રિયા બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ વિરુદ્ધ આ એક ષડયંત્ર હોવાની સંભાવનાનો ઈનકાર કરી શકાય નહીં. આ પ્રકારના ષડયંત્રને જસ્ટિસ ગોગોઈના ચુકાદાઓ સાથે જાેડી શકાય છે, જેમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ ઉપર તેમના વિચારો પણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ ચુકાદો પૂર્વ જસ્ટિસ એ કે પટનાયકના રિપોર્ટ આધારિત છે, જેમને જસ્ટિસ ગોગોઈ વિરુદ્ધના આક્ષેપોમાં એક મહત્વના ષડયંત્રની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના મતે પૂર્વ જસ્ટિસ એ કે પટનાયકના રિપોર્ટમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્ધ ષડયંત્રનો સ્વીકાર કરાયો છે અને તેને રદ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના મતે આ કેસને બે વર્ષ વિત્યા છે અને ગોગોઈને ફસાવવા માટેના ષડયંત્રની તપાસમાં ઈલેક્ટ્રોનિક રેકોર્ડ પ્રાપ્ત કરવાની સંભાવના પાતળી જણાય છે. સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બૈંસે પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતિય શોષણના આક્ષેપો પાછળ ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો.
નોંધનીય છે કે ૨૦૧૯માં એક મહિલાએ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતિય શોષણનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો હેઠઠળ તપાસ કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ જે તે સમયે કહ્યું હતું કે આ આક્ષેપો ગંભીર છે અને સત્ય શું છે તેની તપાસ થવી જાેઈએ. જાે અમે આંખો બંધ કરી દઈશું તો દેશનો વિશ્વાસ ન્યાયતંત્ર પરથી ઉઠી જશે. ત્યારબાદ જસ્ટિસ પટનાયકને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/