fbpx
રાષ્ટ્રીય

5G નેટવર્કમાં રિલાયન્સ જિયોને ટક્કર આપવા એરટેલ અને ટાટા ગ્રુપે હાથ મિલાવ્યોતમામ ટેલિકોમ કંપનીઓ દેશમાં આગળની પેઢીની એટલે કે ૫જી સેવાને લઈને ટેલિકોમ કંપનીઓ તૈયારી કરી રહી છે. આ દરમિયાન સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલે ૫જી નેટવર્ક સોલ્યુશન આપવા માટે ટાટા ગ્રુપ સાથે હાથ મિલાવ્યો છે. બંને કંપનીઓએ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ ભાગીદારી હેઠળ ટાટા ગ્રુપ ઓપન રેડિયો આધારિત ઓ-આરએએન (ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક)ડેવલપ અને એનએસએ/(નોન-સ્ટેન્ડઅલોન/સ્ટેન્ડઅલોન) કોર વિકસાવશે. આ દેશી ટેલિકોમ સ્ટેક બનાવશે. ઉપરાંત, ટાટા જૂથ અને તેના ભાગીદારોની ક્ષમતામાં વધારો થશે.


આ તકનીકીનું કમર્શિયલ ડેવલપમેન્ટ જાન્યુઆરી ૨૦૨૨થી ઉપલબ્ધ થશે તેવુ એક નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ તેના ગ્લોબલ સિસ્ટમ ઈન્ટિગ્રેશન એક્સપર્ટને સાથે લાવશે અને ૩જીપીપી એન્ડ ઓ-આરએએન સ્ટેન્ડર્ડનું એન્ડ-ટૂ-એન્ડ સોવ્યુશન ઉપલબ્ધ કરવા માટે મદદ કરશે. એરટેલ આ દેશી સોલ્યુશનને ૫ય્ રોલઆઉટ પ્લાન હેઠળ ડિપ્લોય કરશે. આ માટેનો પાયલોટ પ્રોજેક્ટ જાન્યુઆરી ૨૦૨૨થી શરૂ થશે. આ મેડ ઇન ઇન્ડિયા ૫જી પ્રોડક્ટ્‌સ અને સોલ્યુશન્સ વૈશ્વિક ધોરણોના આધારે બનાવવામાં આવશે.


આ ૫જી સોલ્યુશનના એરટેલના ડાઇવર્સ અને બ્રાઉનફિલ્ડ નેટવર્કમાં વ્યાપારી ટ્રાયલ પણ ભારત માટે નિકાસની તકો ઉભી કરશે. ભારત હાલમાં વૈશ્વિક સ્તરે બીજા નંબરનું ટેલિકોમ માર્કેટ છે. વિશ્લેષકો કહે છે કે ટાટા ગ્રુપ સાથેની ભાગીદારીથી ભારતી એરટેલના માનસિક મનોબળને વેગ મળશે. ૨૦૧૬માં રિલાયન્સ જિઓ લોન્ચ થવાને કારણે ભારતી એરટેલ દબાણ હેઠળ હતી.


૫જી તકનીકીના વિકાસમાં વિદેશી ર્નિભરતાને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર સ્વદેશી ઉપકરણોના વિકાસ પર ભાર આપી રહી છે. આ માટે સરકારે સ્થાનિક કંપનીઓ વચ્ચે ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે. સરકારનો ઉદ્દેશ ૫જી ટેક્નોલોજીમાં ચીન અને યુરોપિયન દેશોનું મહત્વ ઘટાડવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ઘરેલું ઈનોવેશન અને સોલ્યૂશનને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી ચુક્યા છે.

Follow Me:

Related Posts