fbpx
રાષ્ટ્રીય

દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૮,૧૬૪ નવા કેસ નોંધાયા, ૪૯૯ લોકોના મોત

દેશમાં ઘણાં દિવસો બાદ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા ૪૦,૦૦૦થી ઓછી નોંધાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩૮ હજાર ૧૬૪ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૩૮ હજાર ૬૬૦ લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી સવા ચાર લાખ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા ગઈકાલે દેશમાં ૪૯૯ લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યાર બાદ અત્યાર સુધી કોરોનાથી ૪ લાખ ૧૪ હજાર ૧૦૮ લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા ૪ લાખ ૨૧ હજાર ૬૬૫ થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી ત્રણ કરોડ ૮ હજાર ૪૫૬ લોકો ઠીક થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ત્રણ કરોડ ૧૧ લાખ ૪૪ હજાર ૨૨૯ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, દેશમાં દરરોજનો પોઝિટિવીટી રેટ ૨.૬૧ ટકા છે. સારી વાત એ છે કે દૈનિક પોઝિટિવીટી રેટ સતત ૨૮ દિવસથી ૩ ટકાથી ઓછો છે. રિકવરી રેટ વધીને ૯૭.૩૨ ટકા થયો છે.

દેશમાં અત્યાર સુધી ૪૦ કરોડથી વધારે લોકોને રસી લાગી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, દેશમાં અત્યાર સુધી રસીના ૪૦ કરોડ ૬૪ લાખ ૮૧ હજાર ૪૯૩ ડોઝ આપવામાં આવ્યા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ કહ્યું, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે ૧૪ લાખ ૬૩ ૫૯૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ ૪૪ કરોડ ૫૪ લાખ ૨૨ હજાર ૨૫૬ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસમાં સ્ટેબલ થયા છે. રાજકોટ સહિત ૩ શહેર અને અમદાવાદ સહિત ૨૩ જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા ૩૩ કેસ નોંધાયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૭૧ દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૮.૭૨ ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૧ દર્દીનું મોત થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/