fbpx
રાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધી યુપીમાં મુખ્યમંત્રી બનશેઃ કોંગ્રેસ પ્રભારી તિવારીનો દાવો

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેશ તિવારીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધી યુપીમાં મુખ્યમંત્રી બનશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે જનતા તેમને મુખ્યમંત્રીના રૂપમાં જાેવા માગે છે. પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ દ્વારા લડવામાં આવશે. જેમા દરેક સીટના ઉમેદવાર પણ તેજ પસંદ કરવાની છે.

બીજી તરફ જનતાની સાથે સાથે ઉત્તરપ્રદેશના કોંગ્રેસ કાર્યકરો પણ પ્રિયંકાને મુખ્યમંત્રીના રૂપમા જાેવા માગે છે. રાજેશ તીવારીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ ૪૦૩ એટલેકે બધીજ સીટો પર પોતાના ઉમેદવારને ઉતારશે વધુંમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે સમાજવાદી પાર્ટી કે કોઈ પણ અન્ય પાર્ટી સાથે ગઠબંધનની હાલ કોઈ વાત સામે નથી આવી.

યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજેશ તીવારીએ એવું પણ કહ્યું કે છત્તીસગઢનાં પણ ૧૫ વર્ષ સુધી સત્તા ન હતી. પરંતુ હાલ ત્યા કોંગ્રેસની સત્તા છે અને તેમને સફળતા મળી છે. તેવીજ રીતે ઉત્તરપ્રદેશમાં પણ કોંગ્રેસની સત્તાને સફળતા મળશે.
કોંગ્રેસના ૧૦૦ જેટલા પદાધિકારીઓ હાલ છત્તીસગઢમાં છે. જેમને કોંગ્રેસના ઈતિહાસથી લઈને બૂથ મેનેજમેંટ વીશે જાણકારી આપવામાં આવી રહી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ આમાં મહત્વની ભૂમીકા ભજવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/