fbpx
રાષ્ટ્રીય

પીએમ કેર્સ ફંડ આરટીઆઈ હેઠળ લાવી શકાય નહીં : કેન્દ્ર


દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને ન્યાયાધીશ અમિત બંસલની બેન્ચે આ બાબતની વધુ સુનાવણી ૨૭મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી હતી. આ અરજી સમ્યક ગંગવાલે દાખલ કરી છે. વડાપ્રધાન કચેરી (પીએમઓ)માં અન્ડર સેક્રેટરી પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે દાખલ કરેલા સોગંદનામામાં કહેવાયું છે કે, પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ટ્રસ્ટ તરફથી મળેલા ભંડોળના ઉપયોગની વિગતો સાથે ઓડિટ રિપોર્ટ તેની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવે છે. અધિકારીએ કહ્યું કે, અરજદાર લોક કલ્યાણ માટે કામ કરનાર વ્યક્તિ હોવાનો દાવો કરી રહી છે અને માત્ર પારદર્શિતા માટે તમામ રાહતો માટે વિનંતી કરવા માગે છે

તો પીએમ કેર્સ ફંડ ભારતના બંધારણની કલમ ૧૨ની વ્યાખ્યાના દાયરામાં ‘રાજ્ય’ છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમાં કહેવાયું છે કે ભલે ટ્રસ્ટ બંધારણની કલમ ૧૨માં અપાયેલી વ્યાખ્યા હેઠળ એક ‘રાજ્ય’ હોય કે અન્ય ઓથોરિટી હોય કે આરટીઆઈની જાેગવાઈઓની વ્યાખ્યા હેઠળ કોઈ ‘જાહેર ઓથોરિટી’ હોય ત્યારે પણ ત્રીજા પક્ષની માહિતીનો ખુલાસો કરવાની મંજૂરી નથી. અન્ડર સેક્રેટરીએ સોગંદનામામાં જણાવ્યું છે કે ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત બધું જ દાન ઓનલાઈન ચૂકવણી, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટના માધ્યમથી મેળવાય છે અને મળેલી રકમનું ઓડિટ થાય છે અને તેનો રિપોર્ટ અને ટ્રસ્ટના ખર્ચને વેબસાઈટ પર દર્શાવાય છે. અધિકારીએ જણાવ્યું કે પીએમ કેર્સ ટ્રસ્ટમાં તેઓ માત્ર માનદ ધોરણે કામગીરી કરી રહ્યા છે, કારણ કે તે સખાવાતી ટ્રસ્ટ છે અને બંધારણ હેઠળના કોઈ કાયદા અથવા સંસદ અથવા રાજ્યની વિધાનસભા દ્વારા બનાવાયેલા કાયદા હેઠળ તેની રચના થઈ નથી.

કેન્દ્ર સરકારનો કર્મચારી હોવા છતાં હું અહીં માનદ સેવા આપી રહ્યો છું. અરજદાર સમ્યક ગંગવાલના વકીલે કહ્યું કે પીએમ કેર્સ બંધારણ હેઠળ ‘રાજ્ય’ ન હોય તો તેના ડોમેન નામમાં ‘જીઓવી.ઈન’નો ઉપયોગ, વડાપ્રધાનની તસવીર, રાજ્યના પ્રતિક વગેરેને રોકવા જાેઈએ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને નાણામંત્રી છે.દેશમાં કોરોના મહામારી જેવા સંકટનો સામનો કરવા માટે બનાવાયેલા પ્રાઈમ મિનિસ્ટર સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલિફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન (પીએમ-કેર્સ ફંડ) ભારત સરકારનું ફંડ નથી અને તેના દ્વારા એકત્ર કરાયેલા ભંડોળને ભારત સરકારનું એકત્રીત ભંડોળ ગણી શકાય નહીં

તેમ પીએમઓએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું. કેન્દ્રના જવાબને પગલે આરટીઆઈમાં સવાલ કરાયો હતો કે પીએમ કેર્સ ફંડ સરકારી ફંડ ન હોય તો તે તેની વેબસાઈટમાં ભારત સરકાર માટે વપરાતું જીઓવી.ઈન યુઆરએલ શા માટે વાપરે છે? દિલ્હી હાઈકોર્ટમાં દાખલ થયેલી એક આરટીઆઈની સુનાવણીમાં વડાપ્રધાન કચેરી (પીએમઓ)ના અન્ડર સેક્રેટરીએ સોગંદનામુ દાખલ કરીને જણાવ્યું હતું કે, ટ્રસ્ટ પારદર્શિતા સાથે કામ કરે છે અને તેના ફંડ્‌સનું કેગ દ્વારા તૈયાર કરાયેલી પેનલના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેનું ઓડિટ પણ કરે છે. પીએમ કેર્સ ફંડના સંચાલનમાં પારદર્શિતાની ખાતરી માટે તેને બંધારણ હેઠળ ‘રાજ્ય’ તરીકે જાહેર કરવા દિલ્હી હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીના સંદર્ભમાં પીએમઓએ સોગંદનામું દાખલ કર્યું હત

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/