fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં નવા કેસ સામે ડિસ્ચાર્જ કેસમાં વધારો

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યુ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હવે ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી રહી છે ઉપરાંત ગૃહ સચિવે કહ્યું કે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની સાથે હવે ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે કોરોના સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે.

કોરોનાના વધતા જતા કેસોને જાેતા તમામ રાજ્યોમાં પ્રતિબંધોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી બની ગયું છે.રાજ્યમાં હાલ કોરોના કેસમાં ક્રમશ ઘટાડો જાેવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે કોરોનાના કારણે ૪૨ લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૫,૪૨૫ નવા કેસ નોંધાયા છે. તેમજ ૩૬,૭૦૮ લોકો કોરોનાથી સાજા થયા છે. આ નવા કેસ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસ વધીને ૨,૮૭,૩૯૭ થયા છે. તમને જણાવવુ રહ્યું કે કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકા હવે ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. બીજી તરફ મુંબઈની વાત કરીએ તો બુધવારે શહેરમાં કોવિડ-૧૯ના ૧,૮૫૮ નવા કેસ આવ્યા અને ૧૩ દર્દીઓના મોત થયા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં રોજના ૨૦૦૦થી ઓછા કેસ આવી રહ્યા છે.

નવા કેસ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦,૪૦,૩૬૩ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને ૧૬,૫૬૯ થઈ ગયો છે. ઉપરાંત બુધવારે ૧,૬૫૬ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૯,૯૮,૬૯૮ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૨,૮૬,૩૮૪ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૫૭૩ દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૪,૦૩, ૭૧,૫૦૦ થઈ ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/