fbpx
રાષ્ટ્રીય

દેશમાં ઝડપથી ઓછા થઇ રહ્યા છે કોરોનાના કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ ત્રીજી લહેરમાં કેવી રીતે રાહત મળી

કોરોના વાયરસની ત્રીજી લહેર બાદ હવે સ્થિતિ કાબુમાં છે. તમામ રાજ્યોએ પણ કોરોનાને લઇને મુકવામાં આવેલા પ્રતિબંધ ધીમે ધીમે હટાવવાના શરૂ કરી દીધા છે. હવે કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યુ છે, વિશ્વના કેટલાક દેશમાં કોરોનાના કેસ હજુ પણ વધી રહ્યા છે. 10 દેશમાં 56.42 ટકા નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે, ભારતમાં કોરોનામાં રાહત ચાલુ છે.

વેક્સીનેશને ત્રીજી લહેરની અસરને ઓછી કરી

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ કે, વિશ્વમાં હજુ પણ રોજના 15 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. સાવધાની રાખવી જરૂરી છે. આપણે ઝડપથી વેક્સીનેશન કરી ત્રીજી લહેરમાં કોરોનાની અસરને ઘણી ઓછી કરી છે. બીજી લહેરમાં વેક્સીનનો પ્રથમ ડોઝની કવરેજ આશરે 10 ટકા હતી, ત્રીજી લહેર જ્યારે આવી તો 90 ટકાથી વધારે લોકોને પ્રથમ વેક્સીન લગાવવામાં આવી ચુકી હતી. વેક્સીનેશન પર આપણા પ્રયાસ સતત આ રીતે જ બન્યા રહેવા જોઇએ. કોરોનાથી બચાવ હજુ પણ જરૂરી છે.

બીજી લહેરના મુકાબલે ત્રીજી લહેરમાં રાહત

કોરોનાની બીજી લહેરનો સ્પ્રેડ 117 દિવસ હતો, ત્રીજી લહેરમાં આ માત્ર 42 દિવસનો હતો. કોરોનાથી મોતની વાત કરીએ તો બીજી લહેરમાં 2 લાખ 52 હજાર મોત થયા હતા જ્યારે ત્રીજી લહેરમાં 27 હજારની નજીક લોકોના મોત થયા છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ કે કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં એક અઠવાડિયામાં એવરેજ 11000 કોરોનાના કેસ દર્જ કરવામાં આવી ચુક્યા છે. વિશ્વભરના કોરોનાના કેસની વાત કરીએ તો ભારતમાં માત્ર  0.7% કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ, દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા ઘટીને 77,152 રહી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 6,561 કેસ દર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં માત્ર એક જ રાજ્ય છે જ્યા કોરોનાના 10,000થી વધારે કેસ સામે આવી રહ્યા છે. 5000-10,000 કેસ ધરાવતા રાજ્યની સંખ્યા 2 છે અને બાકી રાજ્યમાં 5,000થી ઓછા કેસ સામે આવી રહ્યા છે, જેમાં કેરળમાં સક્રિય કેસની સંખ્યામાં કમી આવી છે.

રાજ્યોને કોરોનાને લઇને ગાઇડલાઇન

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યુ કે, રાજ્યોને કોરોનાને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જેમાં તે જગ્યાઓ પર ધ્યાન આપવાની વાત કહેવામાં આવી છે જ્યા કેસ વધુ સામે આવી રહ્યા છે. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યુ છે કે જો બધુ બરાબર રહ્યુ તો તમામ રીતના આયોજન કરાવવામાં આવી શકે છે, શોપિંગ કોમ્પલેક્સ ખોલવામાં આવી શકે છે, ઓફલાઇન ક્લાસિસ શરૂ થઇ શકે છે. આ રીતે બાકી તમામ વસ્તુને પણ ખોલવામાં આવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/