fbpx
રાષ્ટ્રીય

‘પોટલી સમોસા’ ક્યારે પણ ખાધા છે? જો ‘ના’ તો બનાવો આ રીતે ઘરે

સમોસાનું નામ તો દરેક લોકોને ખબર જ હશે, પણ શું તમે ક્યારે પોટલી સમોસાનું નામ સાંભળ્યું છે? આ જાણીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આ શું છે. તો આજે અમે તમને જણાવીશું કે પોટલી સમોસા કેવી રીતે ઘરે બનાવશો.

સામગ્રી

2 બાઉલ મેંદો

તેલ

અજમો

બાફેલા બટાકા

જીરું

હિંગ

હળદર

સ્વીટ કોર્ન

ઝીણી સમારેલી ડુંગળી

લીલા મરચા

સૂકી મેથી

મીઠું

લાલ મરચું

તળવા માટે તેલ

જરૂર મુજબ પાણી

બનાવવાની રીત

  • પોટલી સમોસા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મેંદો, અજમો, મીઠું, તેલ તેમજ પાણી એડ કરીને લોટ બાંધી લો.
  • આ લોટને 5 થી 7 મિનિટ જેટલો મસળજો, જેથી કરીને એમાં સોફ્ટનેસ આવે.
  • એક પેનમાં બે ચમચી તેલ મુકો અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, ડુંગળી અને લીલા મરચા એડ કરીને સાંતળી લો.
  • મસાલો બરાબર તૈયાર થઇ જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે બાફેલા બટેકા, સ્વીટકોર્ન ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • લોટના નાના-નાના લુઆ બનાવી લો અને પછી તેને વણી લો.
  • હવે એમાં બટાકાના મસાલો ભરીને પોટલી શેપમાં બંધ કરી લો. પોટલીની ઉપરની સાઇડમાં તમે થોડુ પાણી પણ લગાવી શકો છો.
  • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે ધીમા ગેસે પોટલી સમોસાને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
  • તો તૈયાર છે પોટલી સમોસા

આ પોટલી સમોસાની સાથે તમે સોસ ખાઓ છો તો બહુ જ મજા આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/