fbpx
ગુજરાત

માનવ કલ્યાણ માટે ભુજમાં એક સંતે જીવનભર સાંકળથી બંધાયેલા રહેવાનું લીધું કઠીન તપ

કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જે પોતે ત્યાગ આપી અન્ય માટે સુખ ઈચ્છે તેને જ સાચો સંત કહેવાય છે. ત્યારે કચ્છના એક સંતે પોતાના શરીરને કષ્ટ આપી માનવ કલ્યાણ માટે તપ શરૂ કર્યું છે. ભુજમાં એક નાનકડા મંદિરમાં છેલ્લા થોડા વર્ષોથી સ્થાયી થયેલા એક સંતે પોતાના શરીર પર સાંકળ બાંધી કાલભૈરવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેમના ભક્તો અને અન્ય લોકોને સુખ પ્રાપ્ત થાય. ભુજના કેમ્પ એરિયા વિસ્તારમાં આવેલા સાંઈ બાબા મંદિરના પ્રાંગણમાં મહા કાલભૈરવનું એક મંદિર પણ આવેલું છે. આ કાલભૈરવ મંદિરની સ્થાપના કરનાર સંત દિનેશગીરીજી દ્વારા છેલ્લા બે મહિનાથી હાથ પગમાં લોખંડની સાંકળ બાંધી ભગવાનને જાગૃત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી આ મહાત્માને પોતાના શરીરનું ત્યાગ આપી માનવ સૃષ્ટિ માટે સુખ માંગવાનો સંકલ્પ લેવું હતું ત્યારે ગત જાન્યુઆરી મહિનામાં તેમણે પોતાના શરીર પર સાંકળ બાંધી આ સંકલ્પ ધારણ કર્યો હતો. સંત દિનેશગીરી માને છે કે એક સંત જ પોતાના શરીરને કષ્ટ આપી અન્ય માટે સુખ ઈચ્છી શકે અને માનવ સૃષ્ટિનું કલ્યાણ થાય તે માટે તેમણે પોતાના શરીર પર ૩.૨૫ કિલોગ્રામ વજન ધરાવતી લોખંડની સાંકળ વડે પોતાના હાથપગ બાંધી રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમણે ભારતમાં અનેક જગ્યાઓનું ભ્રમણ કર્યું પણ તેમને ક્યાંય ભગવાન સાક્ષાત્કાર થયા નહીં. ભુજના મંદિરો પહોંચ્યા બાદ તેમને અહેસાસ થયું કે આ સ્થળે તેમને ભગવાનના દર્શન થઈ શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/