fbpx
રાષ્ટ્રીય

આ રીતે અથાણાંનો ‘મેથીયો મસાલો’ બનાવો ઘરે, બારે મહિના અથાણું રહેશે મસ્ત

ગરમીની સિઝન શરૂ થતાની સાથે જ લોકો હવે અથાણાંની તૈયારી કરવા લાગશે. જો કે અથાણાં બનાવવાની હજુ વાર છે પરંતુ અનેક લોકો પહેલાથી અથાણાંનો મસાલો બનાવી દેતા હોય છે. અથાણાંનો મસાલો તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટ કંઇક અલગ જ આવે છે. ઘરનો બનાવેલો મસાલો તમારા સ્વાદનો વધારો કરી દે છે. જો તમે આ મસાલો ઘરે બનાવીને અથાણાંમાં નાંખશો તો બારે મહિના કલર એવો રહેશે અને સ્વાદમાં પણ કંઇ ફરક નહિં પડે. તો જાણી લો અથાણાંનો મેથિયો મસાલો કેવી રીતે ઘરે બનાવશો.

સામગ્રી

250 ગ્રામ મેથીના કુરિયા

100 ગ્રામ રાઇના કુરિયા

300 ગ્રામ મીઠું

300 ગ્રામ લાલ મરચું

300 ગ્રામ તેલ

હિંગ

બનાવવાની રીત

  • અથાણાંનો મેથિયો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો.
  • આ વાસણમાં સૌથી પહેલાં નીચે મીઠું પાથરી દો.
  • મીઠું પાર્થયા પછી ઉપર રાઇના કુરિયા અને મેથીના કુરિયા પાથરો.
  • ત્યારબાદ ઉપરથી હિંગ નાંખો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય પછી જેમાં તમે બધા મસાલા ભેગા કર્યા છે એમાં રેડી દો.
  • હવે આ મોટાં વાસણને ઉપરથી ઢાંકી દો.
  • આમ, આ બધુ ઠંડુ થાય એટલે બરાબર હલાવી દો અને મરચું એડ કરો.
  • તો તૈયાર છે અથાણાંનો મેથીયો મસાલો.
  • આ મસાલો તમે કાચની બરણીમાં ભરી લો.
  • અથાણાં તમે ઘરે બનાવેલો આ મસાલો નાંખશો તો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે અને બારે મહિના કલર પણ એવો જ રહેશે.
  • આ મસાલો તમે 12 મહિના સુધી સાચવી શકો છો.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/