fbpx
રાષ્ટ્રીય

બાટલા હાઉસમાં શંકાસ્પદ આતંકી ઝડપાયો

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ને મોટી સફળતા હાથ લાગી છે. ૧૫ ઓગસ્ટ પહેલા એજન્સીએ દિલ્હીથી આઈએસઆઈએસના સક્રિય સભ્યની ધરપકડ કરી છે. આતંકીનું નામ મોહસિન અહમદ છે. તેની આઈએસઆઈએસ મોડ્યૂલની ગતિવિધિઓને લઈને સર્ચ બાદ ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએએ રવિવારે આરોપી મોહસિન અહમદ પુત્ર મોહમ્મદ શકીલ અહમદના આવાસમાં સર્ચ કર્યું હતું. તે વર્તમાનમાં એફ ૧૮/૨૭, જાપાની ગલી, જાેગાબાઈ એક્સટેન્શન, બાટલા હાઉસમાં રહેતો હતો.

એનઆઈએએ ૨૫ જૂને આઈપીસીની કલમ ૧૫૩એ અને ૧૫૩બી અને યૂએ (પી) અધિનિયમની કલમ ૧૮, ૧૮બી, ૩૮, ૩૯ અને ૪૦ હેઠળ કેસ દાખલ કર્યો હતો. ધરપકડ કરાયેલ આતંકી સંગઠન આઈએસઆઈએસનો કટ્ટરવાદી અને સક્રિય સભ્ય છે. તેની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર એનઆઈએની ટીમે બાટલા હાઉસના એક ઘરમાં દરોડા પાડ્યા. જ્યાંથી શંકાસ્પદ મોહસિનની ધરપકડ કરવામાં આવી. દરોડા દરમિયાન ઘરમાંથી ઘણા વિવાદાસ્પદ દસ્તાવેજ મળ્યા છે. આરોપી આતંકી સંગઠનનો સક્રિય સભ્ય છે. એનઆઈએ આ મામલાની તપાસ કરી રહી છે.

૨૫ જૂને એનઆઈએએ એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ સતત તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે પણ નજર બનાવી રાખી હતી. મોહસિન પર સતત આઈએસઆઈએસના મોડ્યૂલમાં જાેડાયેલા રહેવાનો આરોપ હતો. હવાલા, ક્રિપ્ટોકરન્સી દ્વારા પેસાની લેતીદેતી થતી હતી. શંકાસ્પદ પર આરોપ છે કે તે હાટલા હાઉસમાં રહી આસપાસના લોકો અને વિદ્યાર્થીઓને ગતિવિધિઓમાં સામેલ કરવાનો પ્રયાસ કરતો હતો.

સતત આતંકી પર નજર રાખી હતી. જ્યારે પૂરાવા મળ્યા તો તેની ધરપકડ કરી લેવામાં આવે. હવે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ક્રિપ્ટોકરન્સી અને હવાલા દ્વારા જે ટ્રાન્ઝેક્શન થયા છે તેને ફંડ કોણે આપ્યું. તેનો હેન્ડલર કોણ છે. તે આગળ કઈ જગ્યાએ પૈસાની સપ્લાય કરી રહ્યો હતો. કોને પૈસા મોકલી રહ્યો હતો. આ તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/