fbpx
રાષ્ટ્રીય

ઓનલાઈન ગેમ રમતા પ્રેમ થયો ઉત્તરાખંડની યુવતીએ એમપીના યુવક સાથે લગ્ન કર્યા

રાયસેન જિલ્લાના એક યુવકને ઉત્તરાખંડના નૈનીતાલની એક યુવતી સાથે ઓનલાઇન ગેમ પબજી રમતા પ્રેમ થઈ ગયો. આખરે બે વર્ષ સુધી ચાલેલા પ્રેમ પ્રસંગ બાદ યુવતી નૈનીતાલથી ભાગી રાયસેન આવી ગઈ. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. તેની આ અનોખી પ્રેમ કહાનીનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીના પરિવારે નૈનીતાલ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ કરી. નૈનીતાલ પોલીસ યુવતીને લેવા રાયસેન પહોંચી તો તેણે પરત જવાની ના પાડી દીધી હતી. રાયસેન શહેરના વોર્ડ નંબર ૧૧માં રહેનાર યુવકે જણાવ્યું કે તે લગભગ અઢી વર્ષ પહેલા જ્યારે પબજી રમતા હતા, ત્યારે ઉત્તરાખંડના નૈનીતાલમાં રહેતી શીતલ સાથે તેની દોસ્તી થઈ હતી.

થોડા દિવસ બાદ આ મિત્રતા આગળ વધી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ બંને એકબીજાના કોન્ટેક્ટ નંબર લઈને ચેટ કરવા લાગ્યા અને પછી વીડિયો કોલ કર્યો. લગ્ન પહેલા બંને માત્ર એકવાર મળ્યા હતા. એક મહિના પહેલા તેણે ભોપાલમાં લગ્ન કરી લીધા અને બંને સાથે રહેવા લાગ્યા. યુવતી શીતલનું કહેવું છે કે તે નૈનીતાલમાં બીએસસીનો અભ્યાસ કરી રહી હતી. તેને પણ પબજી ગેમ રમવાનો શોખ હતો. ગેમ રમતા-રમતા યોગેશના સંપર્કમાં આવી. બે વર્ષ સુધી લવ અફેર બાદ તે નૈનીતાલથી ભાગીને રાયસેન આવી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા. યુવતીના ગાયબ થયા બાદ તેના પરિવારજનોએ ફરિયાદ કરી. તપાસ માટે નૈનીતાલ પોલીસ રાયસેન પહોંચી હતી.

સ્થાનીક પોલીસની મદદથી રાયસેનના વોર્ડ ૧૧માં રહેતા યોગેશ અને શીતલને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. બંનેના નિવેદન લેવામાં આવ્યા. આ દરમિયાન પોલીસે બંનેને સમજાવ્યા. નૈનીતાલ પોલીસ યુવતીને સાથે લઈ જવા ઈચ્છતી હતી. પરંતુ શીતલે ના પાડી દીધી. તેણે કહ્યું કે તે પોતાના પતિ સાથે રહેવા ઈચ્છે છે. તેણે પોતાની ઈચ્છાથી યોગેશ સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ નૈનીતાલ પોલીસ યુવતીને લીધા વગર ઉત્તરાખંડ પરત ફરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/