fbpx
રાષ્ટ્રીય

આગ્રામાં એક મહિલાએ બંધ રૂમમાં ગળેફાંસો ખાધો, પતિ વીડિયો બનાવતો રહ્યો બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહિ

આગ્રાના થાણા તાજગંજ વિસ્તારના બુંઢેરા ગામમાં રવિવારે સાંજે મહિલાએ બંધ રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે, રૂમની બહાર પતિ ઊભો હતો. પરંતુ તેણે બચાવવા માટે પ્રયાસ ના કર્યો. તે મોબાઈલથી વીડિયો બનાવી રહ્યો હતો. જાે કે પિયર પક્ષે પોલીસને કોઈ પણ ફરિયાદ કરી નથી. ફિરાવલીના સહાઈ ગામના નિવાસી રમેશભાઈ રેલવેમાંથી નિવૃત થયા છે. તેમણે જણાવ્યુ કે, પુત્રી રજનીના (૩૨ વર્ષ) લગ્ન ૨૦૧૧માં બુઢેરા ગામના નિવાસી રવિ સાથે કરવામાં આવ્યા હતા. રવિ એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કરતો હતો.

રજની અને રવિને સાત વર્ષનો લક્ષ્ય અને પાંચ વર્ષની પિન્કુ એમ બે પુત્ર હતાં. રવિવાર સાંજે લક્ષ્યનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, મમ્મી ફાંસી પર લટકી ગઈ છે. ત્યારબાદ તેઓ પુત્રીના સાસરે પહોંચ્યાં હતા. ત્યાં પોલીસ પણ હાજર હતી અને મૃતદેહ ઉતારી લેવાયો હતો. આ ઉપરાંત યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, રવિ રજનીને દરરોજ માર મારતો હતો. તેને કેટલીય વખત સમજાવ્યો પરંતુ તે ન માન્યો. જ્યારે રજની આત્મહત્યા કરતી હતી ત્યારે બાળકો ત્યાં જ હતા. તેમણે રૂમ બંધ જાેઈ પિતાને બોલાવ્યા. રવિ આવ્યો પણ તેણે દરવાજાે ન ખોલ્યો. રવિ બારીમાંથી પત્નીને ફાંસો બનાવતા જાેઈ રહ્યો હતો. આ સમયે તે મોબાઈલથી વીડિયો ઉતારી રહ્યો હતો. પોલીસને ફોન પણ કરી રહ્યો હતો. પણ તેણે દરવાજાે ખોલવાનો પ્રયાસ ન કર્યો.

જ્યારે પોલીસ પહોંચી તો પોતાના બચાવમાં વીડિયો બતાવવા લાગ્યો હતો. જાણકારી મળ્યા બાદ પહોંચેલી પોલીસ રૂમનો દરવાજાે તોડીને અંદર પહોંચી હતી. ત્યારસુધી રજનીની મોત થઈ ચૂકી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તાજગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક ભૂપેન્દ્ર કુમારે જણાવ્યું હતુ કે, મહિલાએ ઘરકંકાસમાં આત્મહત્યા કરી છે. પરંતુ પરિવારજનોએ ફરિયાદ કરી નથી. મહિલાના ફાંસી ખાતા સમયના વીડિયો અને ફોટા મળ્યાં છે. આ પતિ દ્વારા મોબાઈલથી લેવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવી છે. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts