fbpx
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ત્રણ મહિના માટે લંબાવી

કેન્દ્રની મોદી સરકારે દેશવાસીઓની મોટી રાહત આપી છે. દિવાળી પહેલા દેશની ૮૦ કરોડને જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળમાં શરુ કરવમાં આવેલી મફત અનાજની સ્કીમ વધું ૩ મહિના લંબાવાની મંજૂરી આપી દીધી છે. રાશનકાર્ડ ધારકો માટે મોદી સરકાર તરફથી ફરી એક વાર મોટી જાહેરાત કરવામાં આવી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતમાં થયેલી કેબિનેટ મીટિંગમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ત્રણ મહિના માટે લંબાવી દેવામાં આવી છે. હવે આ યોજના અંતર્ગત રાશન કાર્ડ ધારકોને સરકાર તરફથી ડિસેમ્બર સુધી ફ્રી રાશન મળતું રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ ૨૦૨૦ માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એન.એફ.એસ.એ)માં સમાવિષ્ટ લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ દીઠ ૫ કિલો અનાજ મફત આપવામાં આવી રહ્યું છે.

તેમને રાશનની દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવતા સબસિડીવાળા અનાજ ઉપરાંત મફત રાશન આપવામાં આવે છે. કોવિડ-૧૯ રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન આનાથી ગરીબ પરિવારોને ઘણી મદદ મળી હતી. માર્ચમાં, સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને બીજા છ મહિના માટે એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી લંબાવી હતી. સરકારે માર્ચ સુધી આ યોજના પર લગભગ ૨.૬૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં અન્ય ૮૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળનો કુલ ખર્ચ લગભગ ૩.૪૦ લાખ કરોડ રૂપિયા સુધી લઈ જશે. આ યોજનામાં લગભગ ૮૦ કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/