fbpx
રાષ્ટ્રીય

રવિવારે 150 જરૂરિયાતમંદ દિવ્યાંગ તથા કેન્સરગ્રત બાળકો તથા વિધવા બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાશે

ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ સતત કાર્યરત રહે છે. પી.ડી.પી. ગ્રૂપનાં સહકારથી પ્રિયદર્શિની પરિવાર અને આદિ જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેતનકુમાર કાંતિલાલ શાહની યાદમાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન તા. 8 જાન્યુઆરી , 2023 રવિવારના રોજ સવારે 8:30 વાગ્યાથી પી.ડી.પી. ગાર્ડન , નેપેયનસી રોડ , મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 150 જરૂરીયાતમંદ દિવ્યાંગ તથા કેન્સરગ્રસ્ત બાળકોને વ્હીલચેર તથા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સિલાઈ મશીન આપવામાં આવશે.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રીમતી સુશીબેન શાહ (ચેર પર્સન – બાળ અધિકાર રક્ષણ કમિશન , મહારાષ્ટ્ર રાજ્ય) દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમનાં અતિથિ વિશેષ તરીકે બી. એ. દેસાઇ (મહારાષ્ટ્ર સરકાર) તેમજ મુખ્ય મહેમાન તરીકે ઘનશ્યામભાઈ ધોળકિયા (એમ. ડી. – ક્રિષ્ના ડાઇમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી , હરિ ક્રિષ્ના ગ્રુપ) ઉપસ્થિત રહેશે.

આ સતકાર્યમાં સહભાગી થવા 150 જેટલી ભેટ લઈને કાર્યક્રમના સ્થળ પર પોતાનાં પરિવાર અને મિત્રો દ્વારા સ્વહસ્તે અર્પણ કરી શકે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે નરેન્દ્રભાઇ મધલાની (મો. 9820089893) દિલીપભાઇ શાહ (મો. 9821024058) , નવીનભાઈ ગાલા (મો. 9820037526) , બકુલેશભાઈ દોશી (મો. 9820323715) , જયેશભાઈ શાહ (જરીવાલા) (મો. 9924094433)નો સંપર્ક કરવા જણાવાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આદી જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ.શાહ.(જરીવાલા (મો.9920494433) હિતેશભાઈ સંઘવી (મો. 98700 43272).અશોકભાઇ.લોઢા (મો.9820274620), ભરતભાઈ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/