fbpx
રાષ્ટ્રીય

14 ફ્રેબ્રુઆરીએ સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે.

વૈશ્વિક સ્તરે જન, જળ, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શન હેઠળ  14 ફ્રેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે. વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા નવા આવિષ્કારો કર્યા. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી, પણ પછી તેના વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતને ખુબ જ પરેશાની કરી દીધી છે. તેનાથી વિશ્વની સમગ્ર માનવજાત ઉપર જે સંકટના વાદળો છવાયા છે, તેણે માનવ જાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો કર્યો છે.

21 મી સદીમાં પર્યાવરણનો વિનાશ એ મોટી વિકરાળ સમસ્યા બની ગઈ છે ત્યારે ગૌ રક્ષા અને ગૌ સેવા એ મોટો પ્રશ્ન બન્યો છે. ગાય આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે. વિવિધ ધર્મનાં અનેક સંપ્રદાયોનો પ્રાણી માત્રની રક્ષા અને કલ્યાણનો ગૌરવશાળી વારસો ભારતમાં જોવા મળે છે. પ્રાણી માત્ર પરમેશ્વરની પ્રતિકૃતિ છે.

તેમાંય ગૌમાતા સૌથી વધુ પૂજનીય આત્મા છે. ગાય વિશ્વમાતા છે. સર્વ સુખ પ્રદાયીની છે. ગૌ રક્ષા એ આપણો રાષ્ટ્ર ધર્મ છે. ગૌ સેવા આપણા જીવનમાં વણાયેલી છે. ગૌ સંસ્કૃતિ આપણા રાષ્ટ્રની આધારશીલા છે એટલે જ તો, ભારતવર્ષ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્કૃતિનાં દેશ તરીકે પ્રખ્યાત છે. પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે. કહેવાતું હતું કે આપણા દેશમાં ગાયના દુધની નદીઓ વહેતી હતી.

ભારતીય સમાજમાં ગાયને માતા કહેવાય છે. ગૌધનથી મોટું કોઈ ધન નથી. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. ગાયો પવિત્ર હોય છે, એના શરીરને સ્પર્શ કરનારી હવા પણ પવિત્ર હોય છે. ગાયનાં છાણ-મૂતર પણ પવિત્ર હોય છે.

વેલન્ટાઇન-ડે નિમીતે ‘વેલન્ટાઇન-ડે’ની અનોખી રીતે ઉજવણી ‘કાઉ હગ ડે’ તરીકે કરવી જોઈએ. પશ્ચિમનાં આંધળા અનુકરણમાં આપણે દેશની આર્ય સંસ્કૃતિને ભૂલીને વેલન્ટાઇન-ડે જેવા ગતકડાઓમાં ફસાઈ, આપણું સ્વત્વ ગુમાવી રહ્યા છીએ. જ્યારે એનાથી ઉલટું યુરોપ/અમેરિકામાં લોકો ‘ગાય’માંથી “પોઝીટીવ એનર્જી મેળવવા માટે “Cow Hug” માટે લોકો રૂપિયા 5200/- જેટલી ફી ચુકવે છે. તેઓ ‘કાઉ હગ’ દ્વારા રીચાર્જ થવા માટે એટલાં ફાફા મારે છે જયારે આપણી પાસે તો આર્ય સંસ્કૃતિની ધરોહર સમી ગીર ગાય છે કે જે કોરોનાનાં સંકટકાળમાં પણ સંકટ મોચક ઔષધ સાબિત થઈ છે.

પશ્ચિમી સંસ્કૃતિનાં આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવી પેઢીના યુવાનોને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાનાં ઉમદા આશય સાથે ‘વેલન્ટાઇન-ડે’ ને “કાઉ હગીંગ ડે”નાં અનોખા કન્સેપ્ટ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. જેમાં ગૌમાતાનું મહત્વ સમજાવવામાં આવશે. પશ્ચિમી સંસ્કૃતિનાં આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવી પેઢીનાં યુવાઓને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયનાં ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાનાં ઉમદા આશય સાથે “કાઉ હગીંગ ડે” ઉજવીએ છીએ. કાઉને હગ કરવાથી શરીરને સાત્વિક ઉર્જા મળે છે, માનસિક શાંતિ મળે છે, જેથી સ્વાસ્થ્ય અને પ્રસન્નતા વધે છે.

ગૌમાતાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનીક, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, તબીબી, આરોગ્ય મુલ્ય પણ આપણે સૌએ સમજવું જોઈએ. ગાય માતા ની પુંછડી માં હનુમાનજી નો વાસ હોય છે. કોઈ પણ વ્યક્તિને ખરાબ નજર લાગે  તો ગાય માતાની પુછડી માથે ફેરવવાથી, ઝાડો નાખવાથી નજર ઊતરી જાય છે, ગાયમાતાની પીઠ ઊપર એક કુંધ આવેલી હોય છે એ કુંધ ઊપર સુર્યકેતુ નામની નાળી હોય છે. રોજ સવારે ગાય માતા ની કુંધ ઊપર હાથ ફેરવવાથી  રોગોનો નાશ થાય છે. ‘ગાયમાં હું કામધેનુ છું’ એવું શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે. “શ્રી કૃષ્ણલીલા” માં ગૌચરણનું મહત્ત્વ બતાવ્યું છે.

શ્રીકૃષ્ણ ભગવાને જાતે ગૌ-પૂજા કરી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો ત્યારે કામધેનુએ પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે ગાય એ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે, આપણા જીવનને ટકાવી રાખે છે, પશુ સંપત્તિ અને જૈવવિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે માતા જેવા પોષક સ્વભાવને કારણે “કામધેનુ” અને “ગૌમાતા” તરીકે ઓળખાય છે, જે માનવતાને તમામ સંપત્તિ પ્રદાન કરે છે. સમય જતાં પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિને કારણે વૈદિક પરંપરાઓ લગભગ લુપ્ત થવાના આરે છે.

પશ્ચિમી સભ્યતાની ઝાકઝમાળથી આપણી ભૌતિક સંસ્કૃતિ અને વારસો લગભગ વિસરાઈ ગયો છે. ગાયના અપાર લાભને ધ્યાનમાં રાખીને, ગાયને ગળે લગાડવાથી ભાવનાત્મક સમૃદ્ધિ આવશે અને તેથી માણસનું વ્યક્તિગત અને સામૂહિક સુખ વધશે. તેથી, તમામ ગાય પ્રેમીઓ પણ માતા ગાયના મહત્વને ધ્યાનમાં રાખીને 14 ફેબ્રુઆરીને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવે અને જીવનને ખુશહાલ અને સકારાત્મક ઊર્જાથી ભરેલું બનાવે. ગૌમતા ધાર્મિક, વૈજ્ઞાનિક, આર્થિક ઉપરાંત ઔષધીય દ્રષ્ટીએ પણ મહત્વની છે.

ગાયને ભેટવાથી તે માતા સમા વાત્સલ્યથી તરબોળ થઈ જવાય છે. જે સંસ્કૃતિને વિદેશમાં મહત્વ અપાયું છે તેનો દેશમાં મહત્વ સમજાવવા માટે ‘કાઉ હગ ડે’ જરૂરથી ઉજવવો જોઈએ  જેથી યુવા પેઢીને ગૌ માતાનું મહત્વ સમજાય અને આપણી ગૌ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ સૌ ગૌમાતાનાં આશીર્વાદથી પોતાના ક્ષેત્રમાં તન, મન, ધન થી આગળ વધી શકે.

અત્રે ઉલેખ્ખનીય છે કે ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીનાં મેમ્બર, ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં પ્રેસ અને પબ્લિક રિલેશન્સ કમિટીનાં મેમ્બર, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – રાજકોટનાં પ્રમુખ અને સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી મિત્તલ ખેતાણી દ્વારા પણ ભારત સરકારનાં ગૌ પ્રેમી, કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાજી ને ‘વેલન્ટાઇન-ડે’ને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની રજૂઆત કરવામાં આવી હતી અને તેનો પણ રૂપાલા સાહેબ દ્વારા ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો.

ભારત સરકારનાં ‘એનીમલ વેલ્ફેર બોર્ડ’ દ્વારા પણ તા. 14 ફેબ્રુઆરીને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી છે. આ અંગે સૂચન – નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે કે સૌ ગૌ પ્રેમીઓ ‘વેલન્ટાઇન-ડે’ને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવે. એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા રજુ કરાયેલી ‘કાઉ હગ ડે’ ઉજવવા માટેની અપીલમાં જણાવાયું છે કે આપણે બધા જાણીએ છીએ કે ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે.  ગાયના અપાર ફાયદા જોઈને, ગાયને ગળે લગાડવાથી ભાવનાત્મક સમૃદ્ધિ આવશે અને આપણા વ્યક્તિગત અને સામૂહિક સુખમાં વધારો થશે.

ભારત સરકારનાં મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નિર્દેશ અનુસાર ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા સૌ માટે જાહેર કરાયેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો છે, તે આપણા જીવનને સુખી બનાવે છે તેમજ પશુધન અને જૈવ વિવિધતાનું પ્રતિનીધીત્વ કરે છે. માનવતાને સર્વસ્વ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે. સમસ્ત મહાજન દ્વારા યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં સૌ ને માહિતી આપવા મિત્તલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર, કુમારપાળ શાહ, દેવેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠક્કર, ડૉ. પ્રભુદાસ તન્ના, વીરાભાઈ હુંબલ સહીતનાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આર્ષ વિદ્યા મંદિર, મુંજકા તેમજ હિંદુ ધર્માચાર્ય સભાનાં આંતરરાષ્ટ્રીય સંયોજક પરમ પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ પણ આ પ્રસંગે ગૌ મહિમાનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “તમે એકવાર કાઉ હગ કરી જુઓ પછી તમને અનુભવ થશે કે કેવી અદ્ભુત શાંતિ પ્રાપ્ત થાય છે.” તેમણે સૌ ને અપીલ કરી હતી કે ગૌમાતાનું માત્ર ધાર્મિક રીતે નહિ પંરતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔષધિય મહત્વ પણ આપણે સૌ એ સમજવું જોઈએ.

ભારતને વિશ્વગુરુ બનાવવાનાં આપણા સૌ નાં સહિયારા પ્રયાસોમાં ગૌમાતા ખુબ જ મદદરૂપ થઇ શકશે. શ્રી તોશી અને  શ્રીમતી સાઓરી નીવા જે જાપાનથી છે અને દર વર્ષે તેઓ આર્ષ વિદ્યા મંદિરની વિઝિટ પર જાય છે. ગૌમાતાના અનુભવો વિષે તેમણે જણાવ્યું હતું કે ગાય માતાનાં અદ્ભુત ફાયદાઓ છે. અમે આશ્રમમાં રહીએ છીએ ત્યારે ગૌ ના પંચગવ્ય ને દરરોજ જોઈએ છીએ અને અનુભવીએ છીએ. ગાય અમારી બીજી માતા છે. ગાયને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ. અમને ગાય થકી અદ્ભુત શાંતિ પ્રાપ્ત થાય છે.

સમસ્ત મહાજન દ્વારા સમગ્ર દેશની વિવિધ ગૌશાળાઓ, પાંજરાપોળો તેમજ જાહેર સ્થળોએ વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓનાં સહકારથી “ગૌ વંદના” નું આયોજન કરવામાં આવશે. જેમાં સેંકડો ગૌ પ્રેમીઓ ‘કાઉ હગ ડે’ ઉજવશે. સમગ્ર ભારતમાં ‘કાઉ હગ ડે’ ધામધૂમથી ઉજવાશે. ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રિય મંત્રી, પૂર્વ સાંસદ, રાષ્ટ્રીય કામધેનું આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીસ (જીસીસીઆઈ) નાં સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયાનો પણ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનાં કાર્યોમાં સતત માર્ગદર્શન મળી રહ્યું છે. ભારતની અનેક ગૌશાળાઓમાં ગૌવંદનાનાં કાર્યક્રમો મોટા પાયે ઉજવાશે.

‘કાઉ હગ ડે’ની વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. 98242 21999) અને રમેશભાઈ ઠક્કર (મો. 99099 71116) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/