fbpx
રાષ્ટ્રીય

રામનવમી પર અનેક ઠેકાણે શોભાયાત્રાઓ પર થયેલા હુમલોને લઇ જુમ્મા પર પોલીસે અલર્ટ

રામનવમી પર ગુરુવારે દેશભરમાં કાઢવામાં આવેલી શોભાયાત્રા પર બંગાળથી લઈને મહારાષ્ટ્ર-ગુજરાત સુધી અનેક જગ્યાએ પથ્થરમારો થયો અને ગાડીઓ ફૂંકવામાં આવી. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પર નીકળેલી શોભાયાત્રા પર ધાબેથી પથ્થરમારો કરવામાં આવ્યો અને વાહનોમાં આગચંપી કરાઈ. આ હિંસા બાદ મહારાષ્ટ્રમાં આજે જુમ્માની નમાજને લઈને અલર્ટ જાહેર કરાયું છે. મુંબઈના માલવણી, ડોંગરી, માનખુર્દ, દેવનાર અને થાણાના ભિવંડી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સરકાર તરફથી સતર્ક રહેવાનું કહેવાયું છે.

નમાજ બાદ કોઈ હિંસા કે પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સંભાજીનગરમાં થયેલા તોફાનમાં અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ અજાણ્યા લોકો પર એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ આ મામલે જાે કે કોઈ ધરપકડ થઈ નથી. પોલીસ એ ભાળ મેળવવામાં લાગી છે કે શું આ હિંસા રામનવમી અને ઉદ્ધવ ઠાકરેની સભા પહેલા પ્રાયોજિત રીતે કરાઈ હતી જેમાં કેટલાક લોકો સીધી રીતે ભીડને ભેગા કરી રહ્યા હતા. બીજુ એ કે આ ભીડને ઉક્સાવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન કોણે ચલાવ્યું. મુંબઈના મલાડના માલવણીમાં રામનવમીના અવસરે જે શોભાયાત્રા કાઢવામાં આવી તેમાં યાત્રા સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો.

આરોપ છે કે યાત્રા દરમિયાન કેટલાક લોકોએ જુલુસ પર ચપ્પલ અને પથ્થર ફેંકવાના શરૂ કર્યા હતા. ત્યારબાદ ત્યાં ભાગદોડ મચી. ભીડને વેરવિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરીને હાલાત સંભાભ્યા. ભાજપ કાર્યકર તેજિન્દર સિંહ તિવાનાએ આરોપ લગાવ્યો કે રામનવમી જૂલુસ નીકળવાથી કેટલાક નારાજ લોકોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો. રાજ્યના જળગાંવમાં પણ પાલકી યાત્રા પર પથ્થરમારો કરાયો. જેમાં અનેક લોકો ઘાયલ થયા. મહારાષ્ટ્ર પોલીસે આ મામલે ૫૪ લોકોની ધરપકડ કરી છે. રાજ્યના મંત્રી ગિરિશ મહાજને કહ્યું કે આ ઘર્ષણ હાલ કેમ થઈ રહ્યું છે.

આવી ચીજાે પહેલા કેમ થતી નહતી. આ મામલે તપાસ થઈ રહી છે. જલદી બધુ સામે આવી જશે. સંભાજીનગરમાં જે પણ થઈ રહ્યું છે તે બધુ રાજકારણથી પ્રેરિત છે. તેમાં ઉદ્ધવ જૂથની ભૂમિકા છે. વડોદરામાં પણ રામનવમી શોભાયાત્રા પર સમુદાય વિશેષ તરફથી પથ્થરમારો કરાયો. આ પથ્થરમારામાં શોભાયાત્રામાં સામેલ અનેક લોકો ઘાયલ થયા. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પથ્થરમારો કરવામાં મહિલાઓ પણ પુરુષો સાથે સામેલ હતી. જ્યારે પોલીસે રોકવાની કોશિશ કરી તો તે મહિલાઓ પોલીસ સાથે વિવાદમાં ઉતરી પડી હતી. આ હિંસા પર નારાજગી વ્યક્ત કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. શહેરના પોલીસ કમિશનર શમશેર સિંહે કહ્યું કે આ મામલે ૨૧ લોકોની ધરપકડ કરાઈ છે.

વિસ્તારમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. લખનઉમાં પણ રામનવમી પર બે પક્ષો વચ્ચે વિવાદ થયો. શહેરના જાનકીપુરમ પોલીસ મથક હદમાં સુમિત નામનો વ્યક્તિ ગામમાં કેટલાક લોકો સાથે ડીજે પર ગીત વગાડી રહ્યો હતો. જ્યારે તેમનો કાફલો શાહી મસ્જિદ સામેથી પસાર થયો તો કેટલાક લોકો તેમના પર આપત્તિ વ્યક્ત કરી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે વિવાદ થયો, જેની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બંને પક્ષોને પોલીસ મથક લઈ ગઈ. લખનઉ ઉત્તર ક્ષેત્રના ડીસીપી કાસિમ આબિદીએ કહ્યું કે હાલ શાંતિ છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/