fbpx
રાષ્ટ્રીય

ટ્રાઈ લાવી શકે છે નવો કાયદો, અનરજિસ્ટર્ડ મોબાઈલ નંબર માટે થશે કાર્યવાહી

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (્‌ઇછૈં) તમારો મોબાઈલ નંબર બંધ કરી શકે છે. જી હા ટ્રાઈએ એક નિયમ બનાવ્યો છે જે હેઠળ તમારો ૧૦ ડિજિટનો મોબાઈલ નંબર બંધ થઈ શકે છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રાઈ હવે અનરજિસ્ટર્ડ મોબાઈલ નંબર બંધ કરશે. આ નંબર્સથી ન તો કોલ થશે કે ન તો મેસેજ થઈ શકશે. અત્રે જણાવવાનું કે ટ્રાઈ એવા ૧૦ આંકડાના મોબાઈલ નંબર પર લગામ કરવા જઈ રહી છે જે બિઝનેસ હેતુથી પ્રમોશનલ કોલિંગ અને મેસેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રાઈના નિયમ મુજબ પ્રમોશનલ હેતુ માટે અલગથી નંબર રિલીઝ કરાય છે. જાે તમે પણ પર્સનલ નંબરથી પ્રમોશનલ કોલ કરો છો તો તમારો નંબર બંધ થઈ શકે છે. કોલિંગ માટે આ છે નિયમો?.. તે જાણી લો… તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નોર્મલ કોલિંગ અને પ્રમોશનલ કોલિંગ માટે ટ્રાઈ તરફથી અલગ અલગ નંબર ઈશ્યુ કરાય છે.

પ્રમોશનલ કોલિંગવાળા નંબરમાં ડિજિટની સંખ્યા વધુ હોય છે અને તેના દ્વારા જ એક યૂઝર ઓળખી શકે છે કે તેમની પાસે પ્રમોશનલ કોલ આવી રહ્યા છે. આ જાણ્યા બાદ રિસિવર પર ર્નિભર કરે છે કે તે કોલને રિસીવ કરે કે ન કરે. જાે કે અનેકવાર લોકો પ્રમોશનલ કોલ રિસીવ કરતા નથી જેના કારણે લોકો નોર્મલ નંબરથી કોલ કરવા લાગે છે. મળતી માહિતી મુજબ ટ્રાઈએ તેના પર રોક લગાવવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર સાથે પણ વાત કરી છે. નિયમો મુજબ જાે કોઈ યૂઝર નોર્મલ નંબરથી પ્રમોશનલ કોલ કરતા પકડાય તો તેનો નંબર ૫ દિવસની અંદર બંધ થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/