fbpx
રાષ્ટ્રીય

EDએ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ જાહેર કર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ જાહેર કર્યું છે. કેન્દ્રીય એજન્સીએ ૧૮ જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડ્ઢએ ઝ્રસ્ કેજરીવાલને ચોથી વખત સમન્સ જાહેર કર્યા જ્યારે તેઓ ૩ જાન્યુઆરીની પૂછપરછમાં હાજર રહ્યા ન હતા અને તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈડ્ઢ દ્વારા જાહેર કરાયેલ સમન્સ ગેરકાયદેસર છે અને તેનો એકમાત્ર હેતુ તેમની ધરપકડ કરવાનો છે.

અગાઉ, આમ આદમી પાર્ટી (છછઁ)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ૨ નવેમ્બર અને ૨૧ ડિસેમ્બરે પણ ઈડ્ઢ સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. પાર્ટી દાવો કરી રહી છે કે દિલ્હીના સીએમની ધરપકડ કરવામાં આવી શકે છે. જાેકે, ઈડ્ઢએ આવા દાવાને અફવા ગણાવી હતી. ગયા વર્ષે એપ્રિલમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ આ કેસના સંબંધમાં સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી, પરંતુ એજન્સીએ તેમને આરોપી બનાવ્યા ન હતા.

ઈડ્ઢના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટણી પંચે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીથી રાજ્યસભા માટે ચૂંટણી કરાવવાનો ર્નિણય લીધો છે. નામાંકન શરૂ થઈ ગયું છે અને ૧૯ જાન્યુઆરીએ મતદાન થશે. દિલ્હીને રાજ્યસભામાં ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે અને વર્તમાન પદાધિકારીઓનો કાર્યકાળ ૨૭ જાન્યુઆરીએ સમાપ્ત થશે. દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે તેઓ પ્રજાસત્તાક દિવસના ઘણા કાર્યક્રમો અને સમારોહના આયોજન અને તૈયારીઓમાં પણ વ્યસ્ત છે.

છછઁએ દાવો કર્યો હતો કે કેજરીવાલની ધરપકડ કરવાના ઈરાદાથી સમન્સ જારી કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાને ઈડ્ઢ પર તેમની નોટિસના જવાબમાં અગાઉ આપવામાં આવેલી વિગતવાર દલીલો સ્વીકારી ન હોવાનો આરોપ મૂક્યો હતો. આ પછી કહેવામાં આવ્યું કે ઈડ્ઢ આ કેસમાં બીજી નોટિસ મોકલી શકે છે અથવા વોરંટ માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે. હાલમાં, કેજરીવાલ પાસે ઈડ્ઢ દ્વારા કોઈપણ સંભવિત ધરપકડને રોકવા માટે કોર્ટનો સંપર્ક કરવાનો અને આગોતરા જામીન મેળવવાનો વિકલ્પ પણ છે. ઈડ્ઢ આ મામલામાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ધરપકડ કરી ચૂકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/