fbpx
રાષ્ટ્રીય

કોર્ટમાં ન્યાયાધીશને અપશબ્દ બોલીને મહિલા ફસાઈ ગઈ, પાસપોર્ટ જપ્ત કરવા આદેશ આપ્યો

દિલ્હી હાઈકોર્ટે જજ અને કોર્ટ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ એક મહિલા વિરુદ્ધ ગુનાહિત તિરસ્કાર બદલ કાર્યવાહી કરી દિલ્હી હાઈકોર્ટે જજ અને કોર્ટ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ એક મહિલા વિરુદ્ધ ગુનાહિત તિરસ્કાર બદલ કાર્યવાહી કરી છે. મહિલા ઓસ્ટ્રેલિયામાં રહે છે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થઈ હતી. આ દરમિયાન કોર્ટ અને ન્યાયાધીશ પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ મહિલાને એટલો મોંઘો પડ્યો હતો કે કોર્ટે આ બાબતે સુઓ માટો સંજ્ઞાન લીધું હતું અને મહિલા સામે ગુનાહિત તિરસ્કારનો કેસ શરૂ કર્યો છે.

આ મામલો ૧૦ જાન્યુઆરીનો છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતી અનિતા કુમારી ગુપ્તા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થઈ હતી. સુનાવણી દરમિયાન જ્યારે જજ નીલા બસલે કેસમાં વધુ તારીખ આપી અને આગળની વાત હાથ ધરી, ત્યારે અનિતાએ જજ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. મહિલાએ કહ્યું, આઇટમ નંબર ૧૦ પહેલા આઇટમ નંબર ૧૧ કેવી રીતે ઉપાડી શકાય. આ શું કરી રહ્યા છો? કોર્ટમાં શું ચાલી રહ્યું છે.. મહિલાના મોઢેથી અપશબ્દો સાંભળતા જ કોર્ટે મહિલાને કારણદર્શક નોટિસ જાહેર કરી હતી અને તેને ૧૬ એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

આ સાથે કોર્ટે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (હ્લઇઇર્ં)ને પણ આદેશ આપ્યો છે કે જાે અનિતા ગુપ્તા સુનાવણી માટે નિર્ધારિત તારીખ પહેલા ભારત આવે છે, તો તેનો પાસપોર્ટ/વિઝા જપ્ત કરવામાં આવે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે આ કોર્ટના નિર્દેશ વિના ગુપ્તાને દેશ છોડવાની મંજૂરી આપવી જાેઈએ નહીં. કોર્ટે કહ્યું કે, જ્યારે પક્ષકારોએ દલીલો રજૂ કરી રહેલા વકીલો અંતિમ દલીલો માટે આપવામાં આવેલી તારીખ પર સંમત થયા હતા. ત્યારે અનિત ગુપ્તાએ અભદ્ર ટિપ્પણી કરી હતી. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, આવી અપમાનજનક ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને કોર્ટની ગરિમાને ઘટાડે છે, તેમની સામે સુઓ મોટો લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી અનિતા કુમારી ગુપ્તાને કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે કે શા માટે તેને કોર્ટના અવમાનના કાયદા, ૧૯૭૧ હેઠળ સજા ન થવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/