fbpx
રાષ્ટ્રીય

મધ્ય પૂર્વના દેશ તુકિર્માં ૫.૬ નો ભૂકંપ

મધ્ય પૂર્વના દેશ તુકિર્માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે ગુરુવારે મધ્ય તુકિર્માં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૫.૬ માપવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ અપડેટ છે. રાજધાની અંકારાથી લગભગ ૪૫૦ કિલોમીટર (૨૮૦ માઇલ) પૂર્વમાં, ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી, અથવા છહ્લછડ્ઢ અનુસાર, ટોકટ પ્રાંતના સુલુસરાઇ શહેરમાં ભૂકંપ અનુભવાયો હતો.

ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ઘરની બહાર આવી ગયા. જો કે આ પહેલા તુર્કીમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક એક હજારથી વધુ થઈ ગયો હતો. આ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૩માં પણ તુર્કીમાં ભૂકંપના કારણે તબાહી મચી હતી જેમાં હજારો મૃતદેહો વેરવિખેર થઈ ગયા હતા.

એવું માનવામાં આવે છે કે ગયા વર્ષે આવેલો ભૂકંપ ૨૦ વર્ષમાં તુર્કીમાં આવેલો સૌથી વિનાશક ભૂકંપ સાબિત થયો હતો. ૬ ફેબ્રુઆરીના રોજ સીરિયા સાથેની ઉત્તરીય સરહદ નજીક દક્ષિણ તુર્કીમાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના નવ કલાક પછી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૯૫ કિલોમીટરના અંતરે ૭.૭ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો.

આ બીજા આંચકામાં સેંકડો ઈમારતો પત્તાના ડેકની જેમ વેરવિખેર થઈ ગઈ હતી. આવા જ ધરતીકંપના આંચકા સૌ પ્રથમ ૧૯૩૯માં અનુભવાયા હતા. આ આંચકામાં લગભગ ૩૩ હજાર લોકોના મોત થયા હતા. તુર્કીના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર આવવા લાગ્યા. અરાજકતાનો માહોલ સર્જાયો હતો. લોકોનું કહેવું છે કે આંચકા અનુભવ્યા બાદ અમને ડર હતો કે કોઈ બિલ્ડિંગ પડી જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/