fbpx
રાષ્ટ્રીય

વૈજ્ઞાનિકોએ સ્ર્ઁંઠ વાયરસ વિશે વિશ્વને ચેતવણી આપી

વૈજ્ઞાનિકો, સંશોધકોએ ફરી એક વાર સવાસ્થય ને લગતી મોટી ચેતવણી આપી છે, સ્ર્ઁંઠનો નવો વાયરસ તદ્દન ઘાતક છે અને લોકોમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે. આ રોગથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બાળકોની હત્યા થઈ રહી છે અને મહિલાઓના ગર્ભપાત થઈ રહ્યા છે.

આ વાઇરસ માટે વૈજ્ઞાનિકો અને સંશોધકો ને ડર છે કે તે પડોશી દેશોમાં પણ ફેલાઈ ગયો છે. જીન ક્લાઉડ ઉદાહેમુકા, યુનિવસિર્ટી ઓફ રવાન્ડાના સંશોધક જેઓ વાયરસ પર સંશોધન કરી રહ્યા છે, તેમણે એએફપીને જણાવ્યું કે, ‘આ નવો વાયરસ અન્ય સ્થળોએ ફેલાય તે પહેલા ઘણું મોડું થઈ જશે. તમામ દેશોએ આ માટે તૈયાર રહેવું જોઈએ. આ બાબતે સંશોધકોના જણાવ્યા અનુસાર, એક નવો પ્રકારનો સ્ॅર્ટ ૧૧૦ થી વધુ દેશોમાં ફેલાશે. આ મોટે ભાગે ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષોને અસર કરે છે. આ વાયરસ અગાઉ મંકીપોક્સ તરીકે ઓળખાતો હતો, તે ક્લેડ ૈંૈં સ્ટ્રેન હતો. પરંતુ ક્લેડ ૧ પ્રકારનો પ્રકોપ ૧૦ ગણો વધુ ઘાતક છે. આ આફ્રિકામાં નિયમિતપણે થઈ રહ્યું છે, પ્રથમ વખત વર્ષ ૧૯૭૦ માં ડી.આર. તે કોંગોમાં મળી આવ્યો હતો. જો અન્ય દેશોમાં જોવામાં આવે તો આ વાયરસ જાતીય સંભોગ દ્વારા ફેલાય છે, જ્યારે આફ્રિકામાં મોટાભાગના લોકો પ્રાણીનું માંસ ખાવાથી ક્લેડ ૈં નો શિકાર બન્યા હતા.

જો કે, સંશોધકોએ શોધી કાઢ્યું કે, નવો સ્ટ્રેન તદ્દન ખતરનાક છે. કારણ કે તે સામાન્ય યૌન સંબંધો દરમિયાન લોકોમાં ફેલાય છે. તેની સૌથી ખરાબ અસર મહિલાઓ અને બાળકો પર પડી છે. આ સ્ટ્રેનને કારણે મહિલાઓને કસુવાવડ થઈ રહી છે અને બાળ મૃત્યુની ટકાવારી વધી રહી છે. સંશોધકોએ કહ્યું કે, આ વાયરસ લાંબા ગાળા સુધી અસર કરે છે, તે વિશ્વ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. અન્ય દેશોએ પણ આ વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ.

સંશોધનકર્તા ક્લાઉડ ઉદાહેમુકાએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં નવા સ્ર્ઁંઠ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગોના એક દૂરના ખાણકામ થતાં શહેર, કામિતુગામાં સેક્સ વર્કર્સમાં જોવા મળેલો સ્ॅર્ટ ફાટી નીકળ્યો છે. જે અગાઉના સ્ॅર્ટ કરતા અલગ હતો.

આ વાયરસ અગાઉ સેન્ટ્રલ આફ્રિકન દેશમાં હોમોસેક્સ્યુઅલ સેક્સ દ્વારા ફેલાયો હતો, પરંતુ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ॅર્ટનો નવો સ્ટ્રેન વિજાતીય લોકો વચ્ચેના જાતીય સંબંધો દ્વારા ફેલાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/