fbpx
રાષ્ટ્રીય

હરદીપ સિંહ નિજ્જર કેસમાં કેનેડાના નિવેદન પર ભારતે વધુ એક કડક કાર્યવાહી કરી

૬ કેનેડિયન રાજદ્વારીઓની ભારતમાંથી હકાલપટ્ટી, ૧૯ ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર કેસમાં કેનેડાના નિવેદન પર ભારતે વધુ એક કડક કાર્યવાહી કરી છે. કેનેડાના ૬ રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. જેમાં કાર્યકારી હાઈ કમિશનર સ્ટીવર્ટ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ, સેક્રેટરી મેરી કેથરીન જાેલી, સેક્રેટરી લેન રોસ ડેવિડ ટ્રાઈટ્‌સ, સેક્રેટરી એડમ જેમ્સ ચુઈપકા અને સેક્રેટરી પૌલા ઓર્જુએલાને ૧૯ ઓક્ટોબરે રાત્રે ૧૧ઃ૫૯ કલાકે અથવા તે પહેલા ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.

કેનેડાએ ખાલિસ્તાની પ્રભાવ હેઠળ ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ પર પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા, ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પછી ભારતે કેનેડાના આરોપોને ફગાવી દીધા અને પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવવાનો ર્નિણય કર્યો છે. સોમવારે ભારતે છ કેનેડિયન રાજદ્વારીઓને ભારત દેશ છોડવાનો આદેશ આપતા પહેલા એમ્બેસેડર સ્ટુઅર્ટ વ્હીલરને બોલાવ્યા હતા. ભારતે કડક શબ્દોમાં કહ્યું કે કેનેડામાં પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. કેનેડાની સરકારે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓની સુરક્ષાને જાેખમમાં મૂક્યું હતું. ભારત તેમને સુરક્ષા આપવા માટે કેનેડાની સરકાર પર વિશ્વાસ કરતું નથી.

આ મામલે વિદેશી બાબતોના નિષ્ણાત રોબિન્દ્ર સચદેવ કહે છે કે, કેનેડાએ સમજવું જાેઈએ કે ભારત તરફથી કાર્યવાહી કરવામાં આવશે. બંને દેશો વચ્ચેના સંબંધો હાલમાં કોલ્ડ સ્ટોરેજમાં છે. ત્યાં રાજદ્વારીઓ રાખવાનો કોઈ અર્થ નથી. કેનેડામાં અમારા રાજદ્વારીઓનું જીવન અને સલામતી જાેખમમાં હોઈ શકે છે. સચદેવ કહે છે કે કેનેડાએ જે રીતે પ્રતિક્રિયા આપી તેના બે કારણો છે. પ્રથમ- કેનેડામાં ટ્રૂડો સરકાર વોટ બેંકની રાજનીતિ ધરાવે છે. ટ્રૂડો સરકારને ભારતીય મૂળના લોકોની, ખાસ કરીને ખાલિસ્તાનના સમર્થકોની મદદની જરૂર છે. બીજું- તે ચાઈનીઝ ચેસની રમત રમી રહ્યો છે. કેનેડામાં ચીનની દખલગીરીને કારણે તે કુખ્યાત છે. તેમણે કહ્યું કે, એવા અહેવાલો છે કે ટ્રૂડોની પાર્ટીના લગભગ ૯ સાંસદો ચીનના સમર્થનથી ચૂંટાયા છે. ચીન ઇચ્છતું હતું કે ટ્રૂડો જીતે. તેથી હવે તે ભારત પર ધ્યાન કેન્દ્રિત કરીને તે બદનામી ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેનેડા સરકાર આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં અભૂતપૂર્વ પગલાં લઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/