fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

કોરોના વૈશ્વિક બિમારીમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુશ્વાર થઈ ચૂક્યું છે, હવે તહેવારો ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર છે, ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ કમિશનરે અત્યારથી જાહેરનામું બહાર પાડીને લોકોને ચેતવી દીધા છે. પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે ચાઈનીઝ તુક્કલ અને દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મકરસંક્રાતિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે જેના કારણે લોકો તે દિવસે પુણ્ય કરતા હોય છે, ત્યારે જાહેરમાં ઘાસચારાના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
લોકોએ ઉત્તરાયણના દિવસે ધાબા પર લાઉડ સ્પીકર પણ વગાડી શકાશે નહીં. લોકોએ ધાબા ઉપર પણ કોવિડ ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. દિવાળી પહેલા લોકોએ ભારે ભીડ એકઠી કરતા કોરોનાએ માથુ ઉંચક્યું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર અને તંત્ર કોરોનામાં કોઈ બેદરકારી રાખવા માંગતી નથી. હવે ઉત્તરાયણના તહેવાર પર સૌની નજર છે. પરંતુ કોરોના કાળમાં તહેવારો ઉપર પણ મોટું ગ્રહણ લાગ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા મહિના અગાઉ જ ઉતરાયણના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડી દીધું છે.
જે મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે. રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો. ચાઈનીઝ દોરા, તુક્કલ વેચનાર-ખરીદનાર સામે કાર્યવાહી થશે. ૧૮ ડિસેમ્બરથી તા.૧૬જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/