fbpx
સૌરાષ્ટ - કચ્છ

કેશોદના ભાટ સીમરોલીમાં ખેડૂતોને જાણ બહાર સભાસદ બનાવી મંડળી ઉભી કરી દેતા રોષ

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ગામે ખોટા દસ્તાવેજાે ઉભા કરી ખેડૂતોને તેમની જાણ બહાર સભાસદો બનાવી દઈ મંડળી બોગસ ઉભી કરાયાનો આરોપ લગાવી ખેડૂતોએ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. તો બીજી તરફ મંડળી પ્રમુખ મહેન્દ્ર ભીખાભાઈ ભેડાએ જણાવ્યું છે કે, અમે આ મંડળી ગામની સેવા માટે ઊભી કરી હતી અને તેના માટે દસ્તાવેજી અને સહીઓ માટેની કાર્યવાહી સભાસદોને સોંપી હતી. તેમાં જે કઈ ખોટું થયું તે મારી જાણ બહાર છે હવે સભાસદોએ ખોટા આરોપ લગાવતા અમે મંડળીનું રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ખાતે ૧ વર્ષ પહેલા મંડળીના પ્રમુખ મહેન્દ્ર ભોજાભાઇ ભેડા દ્વારા રામેશ્વર સેવા સહકારી નામથી મંડળીની સ્થાપના કરી તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

બાદમાં ગામના ખેડૂતો જ્યારે ધિરાણ લેવા ગામની બેન્કમાં ગયા ત્યારે બેંક દ્વારા આપવામાં આવેલી એન.ઓ.સીમાં રામેશ્વર સેવા સહકારી મંડળીનો ઉલ્લેખ કરવામાં આવતા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા. જેથી ખેડૂતોમાં શંકા ઉભી થતા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેની પ્રાપ્ત થયેલી વિગત મુજબ મંડળીમાં ૧૦૧ સભાસદો હોવાનું જણાયું હતું. જે પૈકીના કેટલાક ખેડૂત સભાસદોએ પોતાને જાણ બહાર ખોટા દસ્તાવેજી પુરાવો ઉભા કરી ખોટી સહીઓ કરી સભાસદો બનાવ્યાની જાણ થઈ હતી.

જેથી તે પૈકીના ૩૯ સભાસદોએ છેતરપિંડી કર્યાનો આરોપ લગાવી બોગસ મંડળી ઉભા કરવા અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે જિલ્લા રજીસ્ટાર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી. જે રજૂઆતને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં ન આવતા સમગ્ર પ્રકરણમાં ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાના આક્ષેપો કરી ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. જાે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તટસ્થ તપાસ નહી થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/