fbpx
સૌરાષ્ટ - કચ્છ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજીત કલા પ્રતિષ્ઠાન સંકલિત હરિ-હર સમુદ્રપથ કલાકુંભ -2021 ના સમાપન સમારોહ સંપન્ન

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજીત કલા પ્રતિષ્ઠાન સંકલિત હરિ-હર સમુદ્રપથ  કલાકુંભ -2021 ના સમાપન સમારોહ પ્રસંગે ‘કલારત્ન સમ્માન ‘સાથે રૂપિયા 6,46000( છ લાખ છેતાલીસ હજાર)ના રોકડ પુરસ્કારો કલાકારોને મહાપ્રસાદના ઉમદા ભાવથી અર્પણ કરવામાં આવ્યા ….સૌરાષ્ટ્રના રત્નાકર તટે ભગવાન સોમનાથ બિરાજમાન છે.. જેમનું ચરણ પ્રક્ષાલન સમુદ્રદેવ સ્વયં કરી રહ્યા છે. પ્રભાસતીર્થ નું મહત્ત્વ અને મહાત્મ્ય આપણા વેદો -પુરાણો અને ઉપનિષદોમાં જોવા મળે છે ભગવાન કૃષ્ણે જ્યાં સ્વધામ ગમન કર્યું તે ગોલોકધામ હિરણ્ય- કપિલા -સરસ્વતીનો પવિત્ર ત્રિવેણી સંગમ… ભગવાન પરશુરામની તપોભૂમિ સાથે અનેક તીર્થો આજે પણ આપણી શ્રદ્ધા કેન્દ્રો બનીને ભારતીય સંસ્કૃતિમાં ઝળહળી રહ્યા છે… આ સમગ્ર સ્થાનકોને જોડતો એક ભવ્ય સમુદ્રપથ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત કરીને માળાના મણકાની જેમ હરિ-હર પથ રૂપે તૈયાર કરવામાં આવ્યો છે આ પથ પર કલાપ્રતિષ્ઠાનના 50 જેટલા ચિત્રકારો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિના વિવિધ આધ્યાત્મિક પ્રસંગો દશાઅવતાર, કૃષ્ણ -જીવન દર્શન ,રામચરિત્ર, વાંગ્મય- ઉપનિષદ્- વેદો -પુરાણો ના દેવીપ્રસંગો ના 63 કલાસર્જનો તારીખ 24-2- 2021થી તારીખ 28-2- 2021 (પાંચ દિવસ )ના કલાકુંભ માં તૈયાર કરવામાં આવ્યા છે..

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી- સેક્રેટરીશ્રી પી.કે લહેરી સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રકલપ  હાથ ધરવામાં આવ્યો હતો ..સમગ્ર ગુજરાતમાંથી ભુજ ,અંજાર, અમદાવાદ ,ભરૂચ , જુનાગઢ ,રાજકોટ, ગોંડલ વિદ્યાનગર, મહેસાણા ,વલસાડ, સુરત સાથે પોરબંદર સુધીના કલાસાધકો આ કલાકુંભ માં જોડાયા હતા 72 કલાક ચાલેલા આ કલાકુંભમાં અનેક કલાકારો એકબીજાના સહયોગી બનીને વસુદેવ કુટુંબકમ્ ની ભાવના સાથે સમુદ્રપથના કલા સર્જનોમાં એકબીજાના સહયોગી બનીને પારિવારિક ભાવનાના દર્શન કરાવતા જોવા મળતા હતા ….સમાપન સમારોહ પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડો.ગોપબંધુ મિશ્રાજીએ સમુદ્રપથના કલાસર્જનોનું નિદર્શન કરીને ભાવવિભોર બનીને કલાસર્જકોનું” કલા રત્ન”ના સન્માનથી અભિવાદન કરતા જણાવ્યું હતું કે “ખુબ ઓછા સમયમાં કલાકારોએ કલા સર્જન થકી આ સમુદ્રપથને દેવત્વનું સ્થાન આપીને સાચા અર્થમાં કલાની સાધના- આરાધના અને ઉપાસના કરીને વંદન ને પાત્ર બન્યા છે”….

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી .પરમાર સાહેબ એ પુરસ્કાર અર્પણ કરતા જણાવ્યું હતું કે “કલા પ્રતિષ્ઠાન ની કલાપ્રવૃત્તિ દેવી પ્રવૃત્તિ છે. નિસ્વાર્થ ભાવે કલાની પ્રવૃત્તિ આજના સમયમાં કોઈ કરતું નથી ત્યારે કલા પ્રતિષ્ઠાને છેલ્લા 15 વર્ષમાં એક નવો ઐતિહાસિક માર્ગ કંડારીને ભારતીય કલા ને ઉચ્ચ ગરીમાં આપવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો છે તે વંદન ને પાત્ર છે “આમ જણાવીને સંસ્થાના સવા હકોને અભિનંદન પાઠવ્યા હતા …આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના એજ્યુકેટીવ શ્રી દિલીપભાઈ ચાવડા સાહેબ ..જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ ..આસિ.મેનેજર શ્રી સુરુભા જાડેજા સાથે સમગ્ર વહીવટી ટીમ ના સહયોગથી આ કલાકુંભને સફળતા બક્ષી હતી કલાસર્જનોના માર્ગદર્શક તરીકેની સંપૂર્ણ જવાબદારી ચિત્રકાર કનુ પટેલ -વિદ્યાનગર ,સંસ્થાના મહામંત્રી સી.ટી. પ્રજાપતિ -ટ્રસ્ટી અને ચિત્રકાર ભાવેશ પટેલ એ સંભાળી હતી

સમાપન સમારોહનો મંગલ પ્રારંભ સોમનાથ તીર્થના બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શાંતિ પ્રાર્થનાના ગાન સાથે કરાવ્યો હતો.. સોમનાથ મંદિરના પૂજારી શ્રી વિજયભાઈ ભટ્ટ પૂર્વ પૂજાચાર્ય ધનંજયભાઈ દવે- પૂજારી પરાગભાઈ પાઠકે ખાસ ઉપસ્થિત રહીને કલાકારોને તીર્થના મહિમાથી વાકેફ કરીને પ્રોત્સાહિત કર્યા હતા… સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોમનાથ ટ્રસ્ટના પી.આર.ઓ શ્રી ધ્રુવ જોશીએ કર્યું હતું અને સંકલન કલાપ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ કર્યું હતું.. આભારવિધિ મહામંત્રી સી.ટી. પ્રજાપતિએ કરીને પ્રતિજ્ઞાપત્ર ના વાચન સાથે રાષ્ટ્રગાન થી સમારંભની પૂર્ણતા બક્ષી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/