રાજકોટમાં ટ્રાન્સજેન્ડરે કિન્નરો પર નગ્ન કર માર મારી વીડિયો બનાવ્યો
રાજકોટમાં ટ્રાન્સજેન્ડરને માર મારવાનો બીજાે બનાવ સામે આવ્યો છે. શહેરના સામાંકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળી મોરબી રોડ પર નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો છે. આ પહેલાં પણ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠવા સાથે બન્યો હતો. આથી આજે પાયલ રાઠવા અને ચાંદની મકવાણા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા.
ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાએ જણાવ્યું હતું કે, કિન્નરો તેની પાસેથી જબરદસ્તી બજારમાં પૈસા માંગવા લઈ જતા હતા. તો સાથે જ કિન્નરો દ્વારા ચાંદનીને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. ઘરની બહાર કોઈ વસ્તુ લેવા પણ જવા માટે ચાંદની સાથે કાયમ એક કિન્નર રહેતા હતા. કિન્નરોનું એવું કહેવું હતું કે, ચાંદની મકવાણા જે ટ્રાન્સજેન્ડર છે તે તેમની સાથે રહે અને કમાયને આપે. પરંતુ આ વાત જ્યારે ચાંદનીએ નકારી તેને લઈને કિન્નરો દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. જેને લઇને આજરોજ ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણા અને તેના પરિવારના લોકો તેમજ પાયલ રાઠવાએ સાથે મળીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
ચાંદની મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, અવારનવાર મારી સાથે આવું કરવામાં આવે છે. અમારા લોકોને કિન્નરોએ કહ્યું છે કે, મહિનામાં તમને ગોતીને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આથી અમે પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા છીએ અને કહ્યું કે આમાં અમારા લોકોની સેફ્ટી શું? અમારી એટલી જ માંગ છે કે, અમને પોલીસ પ્રોટેક્શન આપો. માર માર્યાનો બનાવ શનિવારે બન્યો હતો. કિન્નરો મને એક સોસાયટીમાં લઇ ગયા અને મને ઢોર માર માર્યો હતો. માર માર્યા પછી મારો ફોન પણ લઇ લીધો હતો. ૧૫થી ૨૦ કિન્નરો હતા જેમાં મુખ્ય રામનાથપરાની મીરાદે ઉર્ફે ફટકડી હતા.
Recent Comments