fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર દિનની ઊજવણી જૂનાગઢમાં કરવામાં આવશે

આ વખતે સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી નવાબી શહેર જૂનાગઢમાં કરવામાં આવશે. ૧૫મી ઓગષ્ટની ઉજવણી કરવા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જૂનાગઢમાં મ્યુનિ.કમિશ્નર અને જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક તંત્રની યોજાયેલી બેઠકમાં ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

કોરોનાની મહામારી વચ્ચે જૂનાગઢમાં થનારી ૧૫મી ઓગષ્ટની ઉજવણીમાં ખાસ તકેદારી રાખવા તંત્રને સૂચના આપવામાં આવી છે. સોશિયલ ડિસટન્સથી માંડીને સેનેટાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરને દુલ્હનની જેમ શણગારવા તૈયારીઓ કરાઇ છે. ઉપરકોટથી માંડીને શહેરના મુખ્ય રસ્તાઓને સાફ સુથરા કરવા આયોજન કરાયું છે.

આ સમગ્ર કામગીરી માટે વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. સૂત્રોના મતે, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરમાં એટહોમ કાર્યક્રમ પણ યોજવા આયોજન કરાયું છે જેમાં નવાબી હુકુમતથી માંડીને અત્યાર સુધીના સ્વાતંત્ર સંગ્રામની ઝાંખી રજૂ કરતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

ગુજરાત અને દેશની વિકાસગાથાનું ય વર્ણન કરાશે. આ એટહોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લાકક્ષાએ પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે જેમાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/