fbpx
સૌરાષ્ટ - કચ્છ

૧૩ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૧ ઈસ્મને ઝડપી પાડતી જુનાગઢ એસઓજી

વેરાવળ તરફથી જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં ડ્રગ્સની હેરફેર થતી હોવાની મળેલ બાતમીના આધારે એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, પીએસઆઈ જે.એમ. વાળા, સ્ટાફના મહેન્દ્ર ડેર સહિતની ટીમએ ગત સાંજે ગડુ નજીક વિસણવેલના રસ્તા પર વોચમાં હતી. દરમ્યાન એક બાઈક જીજે ૩૨ એચ ૭૪૮૯ પર યુવક પસાર થતા શંકાના આધારે રોકી પુછપરછ કરતા યુવક વેરાવળની બાગે યુસુફ કોલોનીમાં રહેતો અને ફીશનો વ્યવસાય કરતો આદિલ અનવર શેખ હોવાનું જણાવેલ હતુ. સ્ટાફએ તલાશી લેતા તેની પાસેથી ૧૩.૮૧ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ રૂ.૧.૩૮ લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આમ યુવક પાસેથી ૧.૩૮ લાખની કિંમતનું ડ્રગ્સ અને બાઈક- મોબાઈલ મળી કુલ રૂ.૧.૮૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

બાદમાં એસઓજીએ આદિલ શેખની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના ડોંગરી વિસ્તારમાં નાગોરી ચાવાળાની ટાવર નવમાં માળે રહેતા અફાન નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી. આ મામલે એસઓજીએ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ કલમ ૮(સી), ૨૨ (બી) અને ૨૯ મુજબ ગુનો નોંધાવ્યો હતો. જપ્ત કરાયેલ ડ્રગ્સ મુંબઈના શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું સામે આવતા તપાસ મુંબઈ સુધી પહોંચી હતી અને આ રેકેટમાં અન્ય શખ્સો પણ સામેલ હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ વેરાવળના આદિલ શેખ કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે ? આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે અને ડ્રગ્સના તાર ક્યાં સુધી લંબાયેલા છે તે અંગે તપાસ કરવામાં આવશે. આમ મુંબઇ સહિતના મોટા શહેરોમાં મળતા ડ્રગ્સ હવે સોરઠના છેવાડાના વિસ્તારોમાં મળી રહ્યાનો મામલો સામે આવતા ચકચાર પ્રસરી છે.

આ બાબત સમાજ માટે લાલબત્તી સમાન સાથે ચિંતાનો વિષય હોવાની લાગણી જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. મુંબઈથી ડ્રગ્સ કંઈ રીતે વેરાવળ પહોંચ્યુ છે તે અંગે અનેક વાતો વહેતી થઈછેલ્લા થોડા સમય દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો હતો. દરમિયાન ગઈકાલે સોરઠમાંથી પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સ મુંબઈથી દરિયાઈ માર્ગે વેરાવળ પહોંચેલ કે કેમ ? ફીશ સહિતના અન્ય કોઈ માલ સામાનની હેરાફેરીમાં છુપાવી પહોંચાડવામાં આવ્યો કે શું તે અંગે લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. જાે કે આ મામલાની આગળની તપાસ બાદ સામે આવશે તેવું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. એકાદ વર્ષ પહેલા વેરાવળમાં યોજાયેલ પોલીસ તંત્રના લોક દરબારમાં પણ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહેલ હોવા અંગે આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ દુષણના કારણે યુવાધન બરબાદ થતુ હોય નકકર કામગીરી કરી જડમૂળમાંથી ડામી દેવાની માંગ ઉઠી હતી. જે આગેવાનોની ચિંતા એક વર્ષ બાદ સાચી ઠરી છે. ત્યારે હવે ડ્રગ્સ મામલે સમાજ અને તંત્ર જાગૃત થવાની જરૂર છે.વેરાવળ તરફથી જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે જૂનાગઢ એસઓજીની ટીમએ વોચ ગોઠવી ગડુ ગામ નજીકથી વેરાવળના યુવાનને ૧૩ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ રૂ.૧.૩૮ લાખની કિંમતના જથ્થા સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં યુવકએ ડ્રગ્સ મુંબઈના શખ્સ પાસેથી મેળવ્યાની કબુલાત આપતા પોલીસે બંન્ને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં આ મામલામાં વધુ શખ્સોની સંડોવણી ખુલે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/