fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના પડધરીમાં જમીન વિવાદમાં ભાઈએ ભાઈને લાકડીથી માર્યો

ઘોર કળિયુગ આવી ગયો છે આજકાલ લોકોને સંબંધ, લાગણી, કુટુંબ કોઈની જરૂર નથી માત્રને માત્ર સંપતિ, પૈસા જ જાેઈએ છે જેના માટે તે પોતાના સગા બાપ, મા, ભાઈ, બહેનને પણ છોડતો નથી ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જમીન મુદ્દે વિવાદ થતા મોટાભાઈએ નાનભાઈને અપશબ્દો આપી લાકડીથી ફટકારી ‘આજે તો તું બચી ગયો છે જાે હવે આ ખેતરમાં આવ્યો છે તો તને જાનથી મારી નાખીશ’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પડધરી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. જેને પગલે પડધરી પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારા બાપુજીના નામે ૮૪ વીઘા જમીન વણપરી તથા મોટીચણોલની સીમમાં આવેલ છે. જે જમીનમાં અમો ચાર ભાઈ તથા ત્રણ બહેનો વારસદાર છીએ. આ બન્ને જમીન હાલ પડતર પડેલ છે. આ જમીનનો સહમતી લેટર મારા નાનાભાઈના પત્નિ મંજુબેન ભીમભાઈ તથા મારા નાનાભાઈ નાગજીભાઈ ગોરાભાઈના નામે છે. અને તેનુ સંચાલન હું કરૂ છું. ‘તમારી જમીનમાંથી અમારી લાઈન નીકળે છે. જેથી તમારી જમીનમાં અમે ૨ ખાડા ખોદેલા છે. અને તેનુ અમારી કંપની તમને વળતર ચુકવી આપશે. તમે એ ૨ ખાડા બુરવાના બાકી રાખજાે, આપણે પેમેન્ટનું નક્કી કરીએ પછી આ ૨ ખાડા બુરજાે. જેથી હું અમારી જમીન વણપરીની સીમમાં આવ્યો હતો અને જેસીબી દ્વારા જમીન લેવલ કરાવતો હતો

ત્યારે બપોરના આશરે એકથી દોઢ વાગ્યાની આસપાસ મારા મોટાભાઈ વશરામભાઈ ગોરાભાઇ ગોહીલ ત્યાં આવ્યા હતા અને જેસીબી સંચાલકને કહ્યું હતું કે, તારુ જેસીબી બહાર કાઢી લેજે નહી તો લાકડી ભેગો પાડી દઈશ અને આઈઓસીએલના ૨ અધિકારીઓને આપશબ્દો આપી કહેવા લાગેલ કે તમે પણ જમીનની બહાર નીકળી જજાે નહીતર ઢીમ ઢાળી દઈશ, તમે અમારી જમીનમાં બાવળ ઉગાડી દીધેલ છે. આ મુદ્દે મેં મારા મોટાભાઈને સમજાવ્યા હતા કે, બાવળ તે લોકોએ નથી ઉગાડેલ આપણી ભુલના કારણે ઉગેલ છે. જેથી મારા મોટાભાઈએ મને ખીજાયને કહ્યું કે, તને બહુ જ પાવર છે તને પણ પાડી દેવો છે, જીવતો મુકવો નથી. એમ કહી મને બેફામ અપશબ્દો બોલી મારા ડાબા હાથના બાવળામાં તથા જમણા હાથની કલાઈમાં તથા ડાબા પગના ગોઠણમાં તથા વાંસાના ભાગે એમ આડેધડ લાકડીઓ મારી હતી. જેથી અમારા ખેતરમાંથી આઈઓસીએલના અધિકારીઓ નાસી ગયા હતા. મોટાભાઈ વશરામભાઈએ મને ઈજાગ્રસ્ત કરીને જતા જતા કહ્યું હતું કે, આજે તો તું બચી ગયો છે જાે હવે આ ખેતરમાં આવ્યો છે તો તને જાનથી મારી નાખીશ. એમના જતા જ મેં ૧૦૮માં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. પ્રથમ મને પડધરી સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર લીધા બાદ આજરોજ અહીં પડધરી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે મેં મારા મોટાભાઈ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/