fbpx
સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢમાં પ્રેમિકા પ્રેમી સાથે ભાગી, જૂનાગઢ પોલીસ યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

માતા-પિતા કરતા પ્રેમસંબંધને વધુ મહત્વ આપતા સંતાનોએ ક્યારેક પસ્તાવાનો વારો આવતો હોય છે. આવો જ એક બનાવ જૂનાગઢમાં બન્યો છે. જૂનાગઢની એક યુવતી અને ઉત્તરપ્રદેશના બરેલીનો વિધર્મી યુવાન ઈન્સટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. યુવકે મોટી મોટી વાતો કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. જૂનાગઢની યુવતી એ હદે પ્રેમમાં અંધ બની હતી કે, તે ઘરેથી ભાગી આસાનીથી તેના પ્રેમી પાસે જઈ શકે તે માટે માતાપિતાને ભોજનમાં ઘેનની ગોળી નાખી ખવડાવી હતી. આ સમગ્ર મામલે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા જૂનાગઢ પોલીસ ઉત્તરપ્રદેશ જઈ યુવતી અને તેના પ્રેમીને શોધી લાવી છે. યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં રહેતી યુવતી અને ઉત્તરપ્રદેશના બરેલીમાં રહેતો રાહત અહેમદ નફીસ અહેમદખાન ૨૦૧૭માં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. આરોપી યુવકે જે તે સમયે યુવતી સમક્ષ પોતે ગર્ભશ્રીમંત હોવાની છાપ ઉભી કર હતી. પોતે દુબઈમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું અને પોતાના પિતાનો દુબઈમાં બે મોલ અને ત્રણ રેસ્ટોરન્ટ હોવાની વાત કરી હતી.પોતાની પાસે એક ઓડી અને એક બીએમડબલ્યુ કાર હોવાની પણ વાત કરી હતી. વિધર્મીએ યુવતીને લગ્ન કરી દુબઈ લઈ જવાની વાત કરીસોશિયલ મીડિયા પર સંપર્કમા આવેલા રાહત અહેમદે યુવતીને બરેલી આવી જવા માટે કહ્યું હતું. જેથી યુવતીએ જૂનાગઢથી તેડી જવા કહ્યું હતું.

પરંતુ, રાહતે પોતે બિઝનેશમાં બિઝી હોવાની વાત કરી હતી અને યુવતીને એકલી જ આવી જવા માટે કહ્યું હતું. રાહત અહેમદે યુવતીને પોતાના ઓરિજિનલ ડોક્યુમે્‌ટ,પાસપોર્ટ, એટીએમ કાર્ડ, ક્રેડીટ કાર્ડ સાથે લઈ રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં આવી જવા કહ્યું હતું. રાહત અહેમદે યુવતીને બરેલી બોલાવતા યુવતીએ જવાની તૈયારી કરી હતી. પરંતુ, તેના માતાપિતાની હાજરીમાં કેમ જવું તે પ્રશ્ન હતો. જેથી પ્રેમીએ કુરિયરમાં ઘેનની ગોળીનું પાર્સલ જૂનાગઢ મોકલાવ્યું હતું. યુવતીએ બપોરના સમેય તેના માતા પિતાના ભોજનમાં ગોળીઓ ભેળવી ખવડાવી દીધી હતી. બંનેને ઘેન ચડી જતા યુવતી ઘરેથી તમામ વસ્તુઓ લઈ રાજકોટથી ફ્લાઈટમાં દિલ્હી નાસી છૂટી હતી. દીકરીએ બપોરના સમયે ભોજનમાં ઘેનની ગોળી ખવડાવી દેતા માતા-પિતા રાતના ભાનમાં આવ્યા હતા. જ્યારે બંનેને સમગ્ર ઘટનાની ખબર પડી તો ચોંકી ઉઠ્‌યા હતા અને પોતાની દીકરી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મામલાની ગંભીરતાને જાેતા જૂનાગઢ રેન્જ આઈજી, એસપી, એલસીબી, એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી. જૂનાગઢથી ભાગી છૂટેલી યુવતી ઉત્તર પ્રદેશના બરેલીમાં હોવાની ટેક્નિકલ સોર્સથી માહિતી મળતા જૂનાગઢ પોલીસની ટીમ બરેલી પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમને યુવતી તેના વિધર્મી પ્રેમી રાહત અહેમદ નફીસ અહેમદ ખાન સાથે મળી આવી હતી. જે બંનેનો કબજાે લઈ પોલીસ બંનેને જૂનાગઢ લાવી હતી. જૂનાગઢ પોલીસ જ્યારે બરેલી પહોંચી અને યુવક-યુવતીની પૂછપરછ કરી તો હકીકત જાણી ચોંકી ઉઠી હતી. જે રાહત અહેમદ પોતાને બિઝનેસમેન ગણાવતો હતો અને દુબઈમાં હોટલ-મોલ હોવાની વાત કરતો હતો તે માત્ર ૧૦ પાસ છે અને તે દુબઈમાં ડ્રાઈવીંગનું કામ કરતો હોવાની વિગતો સામે આવી છે.

પોતાને કોઈ મોલ કે રેસ્ટોરન્ટ ન હોવાનું ખૂલ્યું છે. તેના પિતા બંને પગે અપંગ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢની યુવતી જ્યારે રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં ગઈ ત્યારે તેનું પેમેન્ટ યુવતીના પિતાના ગુગલ પે એકાઉન્ટમાંથી કરાયું હોવાનું ખૂલ્યું છે. યુવતી રાજકોટથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી પહોંચી હતી. જ્યાંથી રાહત તેને લઈ ગયો હતો. ત્યારબાદ યુવતીના ક્રેડીટ કાર્ડમાંથઈ અલગ અલગ પેટ્રોલપંપ પર ૬૦ હજાર, અને પોણા બે લાખ રૂપિયા રોકડા ઉપાડી લીધાની વિગતો સામે આવી છે. અન્ય કયા ટ્રાન્જેકશન થયા તેની તપાસ હાલ ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/