fbpx
સૌરાષ્ટ - કચ્છ

વરસાદના સંચય હેતુ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પંચ દિવસીય ભગવદ નીર કથાનું આયોજન

રાજકોટ વરસાદના સંચય હેતુ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પંચ દિવસીય ભગવદ નીર કથાનું આયોજન.

આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંક્લના “જળ એજ જીવન” ના આદર્શ પર કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ, વર્ષાના પ્રત્યેક બુંદનાં સંચય, પ્રકૃત્તિ અને પર્યાવરણના જતન અને સરંક્ષણ હેતુ તૂટેલા ચેકડેમનાં પુનઃસ્થાપન, ઊંચા કે ઊંડા કરવા તેમજ પ્રાકૃતિક જળપ્રવાહમાં માર્ગમાં આવતા સરોવરના નિર્માણ કાર્યમાં સંપૂર્ણ લોકભાગીદારીથી રાષ્ટ્ર અને પ્રકૃતિનાં હિતમાં છેલ્લા આઠ માસથી કાર્યરત છે. અત્યાર સુધીમાં નાના મોટા ૧૦૧ ડેમના રીપેરીંગ અને નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થવામાં છે.

હાલ વર્ષાના પ્રત્યેક બુંદનાં સંચય, પ્રકૃત્તિ અને પર્યાવરણના જતન હેતુ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ – રાજકોટ દ્વારા રાજકોટ શહેર (પશ્ચિમ) ની ભાગોળે રંગોલી પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની પાછળ ૧૫ થી વધુ વીઘા જમીનમાં અંદાજે ૨૧.૪ કરોડ લીટર જળસંગ્રહ થઇ શકે તેવું એક સુંદર અમૃતસરોવર નું નિર્માણ થઈ રહ્યું છે, આ સરોવરની આસપાસ નાગરીકો માટે સુરક્ષિત વોકિંગ ટ્રેક અને લોક હિતાર્થે સુંદર બગીચાનું પણ આયોજન છે જેના લાભાર્થે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

જે અંતર્ગત આગામી વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે ૦૫ જૂન ૨૦૨૩ થી સમાજમાં જળ વિષયક જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી પંચ દિવસીય શ્રીમદ્દ ભાગવત – નીર કથાનું આયોજન કરવામાં આવેલ છે, કથાનું રસપાન સંગીતમય સુમધુર શૈલીમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટનાં સંસ્કૃત વિષયના પ્રધ્યાપક તેમજ પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) ના કૃપાપાત્ર શિષ્ય ડો. જગતભાઈ તેરૈયાજી કરાવશે તેમજ આ કથા દરમ્યાન એકત્રિત થયેલ સંપૂર્ણ ભંડોળને અમૃત સરોવરના નિર્માણમાં વાપરવામાં આવશે. ડો. જગતભાઈ પણ પોતાની ભાગવત સેવા નિઃસ્વાર્થ ભાવથી કરશે.કથા દરમ્યાન સાંપ્રત સમયની જરૂરિયાત મુજબના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે તેમજ જળનું મહત્વ મુખ્ય સ્વરૂપે રજુ કરવામાં આવશે.આ પાંચ દિવસ દરમ્યાન રાજકોટ શહેરના જે લોકો કે સંસ્થાઓ આ પ્રકારની સેવામાં પોતાનું તન – મન- ધન થી યોગદાન આપી રહ્યા છે તેવા વિવિધ શ્રેષ્ઠીઓ, રાજનેતાઓ અને સમાજ સેવકોને આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવશે.સ્થળ: અમૃત સરોવર, રંગોળી પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની પાસે, કટારીયા ચોકડી પાછળ, નવો રિંગ રોડ, રાજકોટ. તરીખ: ૦૫ થી ૦૯ જૂન ૨૦૨૩, સમય: રાત્રે ૮ થી ૧૧ વધુ માહિતી માટે દિલીપભાઇ સખીયા (મો. ૯૪૨૭૨૦૭૮૬૮), ભટ્ટભાઈ (મો. ૯૮૨૫૬ ૨૫૫૦૧) સંપર્ક 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/