fbpx
વિડિયો ગેલેરી

સરકારી ૧૧ કરોડની ગ્રાન્ટ બારોબાર બે ઈસ્મો દ્વારા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

ગુજરાતમાં રોજબરોજ કોઈને કોઈ કૌભાંડ થતું જ રહે છે અને સામાન્ય નાગરિક તેમાં પીસાતી રહે છે જેને ખરેખર હક્ક કે ન્યાય મળવાનો હોય તે હક્ક અને ન્યાયથી વંચિત રહી જાય છે અને ભેજાબાજ લોકો આનો ફાયદો ઉઠાવી જાય છે ત્યારે ગાંધીનગર સેકટર – ૧૦ જીવરાજ મહેતા ભવન ખાતે આવેલ કમિશનર આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ (આરોગ્ય વિભાગ) ના એપેડેમિક શાખાના વહીવટી અધિકારી પ્રવીણ દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભારત સરકારના નૅશનલ હેલ્થ મિશન હેઠળ આરોગ્ય લક્ષી તમામ યોજનાઓમાં દર્દીઓને સહાય રૂપ થવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

જે ગ્રાન્ટ નેશનલ હેલ્થ મિશન હેઠળ એપેડેમિક શાખા ખાતે આઈડીએસપી અને એનવીએચસીપી પ્રોગ્રામ હેઠળ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે માટે સેકટર – ૧૬ માં આઈસીઆઈસીઆઈ બેંકમાં વિભાગનું એકાઉન્ટ કાર્યરત છે. અને આ બેંક એકાઉન્ટમાં ગ્રાન્ટ જમા થયા પછી ખર્ચ કરવામાં આવતો હોય છે. આ બેંક એકાઉન્ટ નાણાંકીય વર્ષ ૨૦૨૦- ૨૧ નું વાર્ષિક ઓડિટ કરવામાં આવતાં ગેરરીતિ થયાનું જણાઈ આવતાં વધુ તપાસ કરાઈ હતી. જેમાં શાખામાં ૨૦૧૧ થી ૨૦૨૧ સુધી ૧૧ માસના કરાર ઉપર ફરજ બજાવતા આઈડીએસપી કન્સલ્ટન્ટ હાર્દિક પ્રવીણભાઈ પટેલ (રહે. સેકટર – ૫/એ, પ્લોટ નંબર – ૨૮૩/૧) દ્વારા સિકલ સેલ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સિકલ સેલ એનીમિયા કંટ્રોલ સોસાયટીના નામે ઈન્ફોસિટી બ્રાંચમાં બેંક ખાતું વર્ષ – ૨૦૧૫ થી કાર્યરત છે.

તેના ભળતા નામ વાળું સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સાણંદ ખાતે પૂર્વ અધિક નિયામક ડો. દિનકર રાવલ અને ડેપ્યુટી ડાયરેક્ટર ડો. ઘનશ્યામ પટેલની બેંક ખાતાના કેવાયસી નાં ખોટા દસ્તાવેજાે, સહી સિક્કા કરીને ચેકબૂક મેળવી ઉક્ત ખોટા બેંક એકાઉન્ટમાં ૧૧ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં આઈડીએસપી માં છ ટ્રાન્ઝેક્શન થકી ૮ કરોડ ૧૩ લાખ ૫૦ હજાર અને એનવીએચસીપી માં ૫ ટ્રાન્ઝેક્શન થકી ૨ કરોડ ૯૯ લાખ ૯૮ હજાર ૪૦૦ એમ મળીને ૧૧ કરોડ ૧૩ લાખ ૪૮ હજાર ૪૦૦ ની ઉચાપત કરવામાં આવી હોવાનું ઓડિટ રિપોર્ટમાં પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં હાર્દિક પટેલનો મિત્ર યુધીર યોગેશભાઈ જાની (રહે. સેકટર – ૩/બી, પ્લોટ નંબર ૩૨૩/૨)ની પણ સંડોવણી બહાર આવી છે. હાર્દિક પટેલે તેના મિત્ર સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરી સરકારને મોટું આર્થિક નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. જેમાં યુધીર જાની નેશનલ હેલ્થ મિશનનો કર્મચારી ન હોવા છતાં પૂર્વ અધિક નિયામકની ખોટી સહી વાળું આઈ કાર્ડ બનાવવામાં આવેલ હતું.

અને ગુજરાત સિકલ સેલ એનીમિયા સોસાયટી નામના સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સાણંદ બ્રાંચમાં ગ્રાન્ટના રૂપિયા ટ્રાન્સફર કરી લેતાં હતાં. જે નાણાં ઉપાડવા માટે યુધીર જાની અને હાર્દિક પટેલે પૂર્વ અધિક નિયામકના અધિકૃત કલાર્ક હોવાનો ખોટો લેટર પણ બનાવીને બેંકમાં આપ્યો હતો. જેનાં આધારે સરકારી ગ્રાન્ટ સાણંદની બેંકમાં ટ્રાન્સ્ફર કરીને અલગ અલગ ૯૩ ટ્રાન્ઝેક્શન કરીને પોતાના મળતિયા ૧૯ એજન્સીઓ/વ્યક્તિઓના ખાતામાં ૧૧ કરોડ ૧૩ લાખ ૪૮ હજાર ૪૦૦ આરોગ્ય વિભાગની બહાર ટ્રાન્સ્ફર કરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧માં કોરોના કાળ વખતે એપેડેમિક શાખામાં ભારત સરકાર ગ્રાન્ટ મોકલી આપતી હતી. પરંતુ આટલી મોટી રકમ બારોબાર સગેવગે થઈ કરવામાં આવતી હોવા છતાં આરોગ્ય વિભાગને અણસાર પણ આવ્યો ન હતો.

ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન ખાતે આવેલ કમિશનર આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ કચેરીને ભારત સરકાર ના નૅશનલ હેલ્થ મિશન હેઠળ દર્દીઓને સહાય રૂપ થવા ફાળવવામાં આવતી આઈડીએસપી અને એનવીએચપી પ્રોગ્રામની ગ્રાંટ આરોગ્ય શાખાના ભળતા નામે ખોટા દસ્તાવેજાે ઉભા કરીને બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં ૧૧ કરોડ ૧૩ લાખ ૪૮ હજાર ૪૦૦ ટ્રાન્સફર કરીને પૂર્વ કન્સલ્ટન્ટ હાર્દિક પટેલ અને તેના મિત્ર યુધીર જાનીએ કૌભાંડ આચરી ઉચાપત કરી હોવાનું નાણાંકીય વર્ષના ઓડિટ રિપોર્ટમાં બહાર આવતાં સેકટર – ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/