fbpx
અમરેલી

રાજ્યમંત્રીએ અમરેલી જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ અને પ્રમુખઓ સાથે બેઠક કરી

લોકોને સમયસર સુવિધાઓ મળી રહે તે નિશ્ચિત કરવું આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : રાજ્યમંત્રીશ્રી મોરડીયા

અમરેલી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયાએ જિલ્લાની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ અને પ્રમુખશ્રીઓ સાથે બેઠક કરી હતી.

રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું લોકોને સમયસર સુવિધાઓ મળી રહે અને જનકલ્યાણના કામો ઝડપી પૂર્ણ થાય તે નિશ્ચિત કરવું આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. મંત્રીશ્રીએ સવારની પદાધિકારીશ્રીઓ સાથે કરેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની અધિકારીઓ સાથે સવિસ્તાર ચર્ચા કરી તાકીદે પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

બેઠકમાં મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, ૧૦૦ દિવસના ટાર્ગેટ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રોપર્ટી ટેક્સ, કરવેરાની વસુલાત, નળ સે જળ યોજના, અમૃત સીટી યોજના, ચોમાસામાં નુકસાન પામેલા રોડરસ્તાઓની સમારકામો જેવી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ મેનપાવરના લીધે કામો અટકતા હોય તો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ભરતી કરવા જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું.

રિજનલ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી અજય દહિયાએ મંત્રીશ્રીને એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય માહિતી આપી હાલની પરિસ્થિતિ અંગે અવગત કર્યા હતા.

બેઠકમાં અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી સહિતના સર્વે નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ અને પ્રમુખશ્રીઓ હાજર રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/