કોંગ્રેસ પક્ષ નાઅધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી ના જન્મદિવસ ની ઉજવણી
અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારીખ ૯ ડીસેમ્બર ના રોજ લોકલાડીલા આદરણીય કોંગ્રેસ પક્ષ ના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી ના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે કાર્યક્રમ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયેલ હતો.કોવીડ -૧૯ ની મહામારી ના કપરા સમય માં અને અન્નદાતા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરેલા કૃષિ કાયદા ની વિરોધ માં પ્રદર્શન થઇ રહ્યા છે તેવી પરિસ્થિતિ માં આદરણીય સોનિયાજી એ જન્મદિવસ નહિ ઉજવવા નો નિર્ણય કર્યો હોવાથી સાદગીપૂર્વક કાર્યક્રમ યોજાયેલ હતો . આ કાર્યક્રમ માં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા ,તથા જી.પ. સદસ્ય અને પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઇ વરુ ,અરવિંદભાઈ સીતાપરા ,હંસાબેન જોશી ,પતાન્જલ કાબરીયા ,મુઝ્ઝફર હુસેન સૈયદ ,હિતેશભાઈ માંજરીયા સહિત ના અગ્રણીઓ કોરોના નિયમાનુસાર હાજર રહ્યા હતા
Recent Comments