fbpx
અમરેલી

વિદ્યાસભા સ્કુલ અમરેલીના કેમ્પસમાં ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ કેમ્પસમાં આજરોજ તાઃ – ૧૨-૧૨-૨૦ ને શનિવારના રોજ શહેરની વિવિધ સંસ્થાઓની વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે . શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કુલ અને રોટરી કલબ ઓફ અમરેલી ( મેઈન ) ના સયુંકત ઉપક્રમે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું . જેમાં શહેરની ૧૪ ટીમોએ ભાગ લીધો હતો . જેમાં મધ્યસ્થ સહકારી બેંક , ઓકસફોર્ડ સ્કુલ , ઈરીગેશન વિભાગ , નાલંદા સ્કુલ , પોસ્ટ ઓફિસ , નાગરિક બેંક , બી.જે.દોશી સ્કુલ , પાણી પુરવઠા વિભાગ , અમર ડેરી ડી.એસ.ઓ , પટેલ સર્કલ , પીજીવીસીએલ , શાંતાબા જનરલ હોસ્પીટલ , વિધાસભા સ્કુલ વગેરે ટીમોએ ભાગ લઈ રહી છે . આજ રોજ સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હસમુખભાઈ પટેલ તથા ટ્રસ્ટીશ્રી ચતુરભાઈ ખુંટ ખાસ ઉપસ્થિત રહયા હતા . દીપ પ્રાગટય કરી ટુર્નામેન્ટનું ઓપનીંગ કરવામાં આવ્યું હતું . વિજેતા ટીમ તથા રનર્સ અપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે . વિદ્યાસભા સ્કુલ અવારનવાર વિવિધ પ્રવૃતિ અને સ્પર્ધાઓ યોજી પ્રતિભાને ખીલવવા માટે સતત પ્રયત્નશીલ છે .

Follow Me:

Related Posts