અમરેલીમાં કોરોના વધુ 25 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 188 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3382 પર
અમરેલી જિલ્લામાં કોરોના બેકાબુ. આજે 25 પોઝિટિવ કેસ નોંધાયા સામે 10 કેસો ડિસ્ચાર્જ. જિલ્લા માટે આગામી દિવસો મહત્વના.
અમરેલી જિલ્લામા કોરોના બેકાબુ થતો જાય છે ત્યારે હમણાં જ લગ્નસરાની સિઝન પુરી થઈ છે હવે તેની અસર આગામી દિવસોમાં કેવી રહેશે તે મહત્વની પુરવાર થશે. છેલ્લા દિવસો માં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે સામે રાહતના પણ સમાચાર છે કે રિકવરી રેટમાં પણ સારો સુધારો જોવા મળી રહ્યો હોવાથી કોરોના દર્દીઓ કોરોના મુક્ત થઈ ડિસ્ચાર્જ પણ વધુ થઈ રહ્યા છે. તંત્ર કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા વિનંતી છે. અત્યારે માસ્ક જ વેકસીન હોવાથી માસ્ક ફરજીયાત પહેરી સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરી પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. આજ તા. 13 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 188 દર્દીઓ છે. આજે 10 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 39 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3382 પર પહોંચ્યો છે.
Recent Comments