fbpx
અમરેલી

ગુજરાત ના ખેડૂતો ભલે સંપૂર્ણપણે ભાજપ ને કે પ્રધાનમંત્રી ને માનતા હોય તો પણ આ સમજવાં જેવી બાબત એકવાર તો વિચારવી જરૂરી જરૂરી .. ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

ગુજરાત ના ખેડૂતો ભલે સંપૂર્ણપણે ભાજપ ને કે પ્રધાનમંત્રી ને માનતા હોય તો પણ આ સમજવાં જેવી બાબત એકવાર તો વિચારવી જરૂરી જરૂરી .. ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર
ત્રણ કાયદાઓ કેમ… કેમ એકજ કાયદો ન બનાવ્યો તેને સમજવાની કોશિશ કરો આ ત્રણેય કૃષિ સુધારણા કાયદાઓની અલગ અલગ કલમો સાથે સમજો તો તેની ભયાનકતા કેટલી છે તે જાણો
સમગ્ર દેશમાં અમલમાં આવેલા કાયદા દરેક નાગરીક ને પ્રત્યક્ષ અને પરોક્ષ અસરકર્તા છે, 
ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખેડૂતો કરતાં અનાજ વપરાશ કરનાર નાગરીકો માટે એ કૃષિ કાયદાઓ સૌથી ખતરનાક બનશે માટે તે સમજવાની કોશિશ કરો કારણ ભાજપના નેતાઓ બધું જાણે છે પરંતુ મોદીની સામે બોલી નથી શકતો માટે મતદારોને ગુમરાહ કરી રહ્યા છે એટલે સમજો અને ખેડૂતોને સમર્થન કરો
(૧) એક સાથે જુદા જુદા ત્રણ અધિનિયમો શા માટે બનાવ્યા છે જેમાં….? એક અધિનિયમમાં કલમો અને પેટા કલમનું સંકલન કરીને એકજ અધિનિયમ કેમ ના બનાવ્યો તે સમજવાની જરૂર છે…..?
(૨)કૃષિ સુધારણાનુ ફકત નામ છે બાકી હકીકતમાં  કોર્પોરેટ એગ્રીકલ્ચર રૂલ ના અધિનિયમ છે,
(૩) ખેડૂતોએ ખુલ્લા બજારમાં અનાજ વેચ્યું એ કંપનીઓએ કરારોથી અગાઉ ખરીદી લીધેલુ હશે તેથી વેચવુ કે સંગ્રહ કરવો તે કંપની નકકી કરશે, એ જ્યારે પણ વેચશે ત્યારે સીધુ રીટેઇલ માર્કેટમાં બ્રાન્ડ પેકિંગમાં એમ.આર.પી. સાથે જી.એસ.ટી. કર સાથે વેચશે, 
ખરીદશે કરમુકત અને જનતાને કરવેરા સાથે વેચશે, કરવેરાની સરકારી રાહતો કંપનીને મળશે,
કુદરતી સ્થિતિને બદલે કરવેરાની ગેમ કરવા પ્રોસેસ મટીરીયલ તરીકે વેચશે,
(૪)ખાધ્ય વસ્તુઓ બિસ્કીટ, બ્રેડ, બેકરી પ્રોડકટવાળી કંપનીઓ પડતરથી ઓછા ભાવે જથ્થાબંધ ખરીદી કરશે છતાં તત્કાલીન મોંઘવારી પ્રમાણે ભાવ વસુલશે,
(૫)ખેડૂતોનો દરેક પાક કંપનીઓના ગોડાઉનમાં જશે, પ્રોસેસ પેકેજીંગ પછી સીધો કંપનીઓ દ્વારા રીટેઇલ માર્કેટમાં વેચાશે, સહકારી સંધો, ખરીદ સંધો, અનાજના દલાલો, જથ્થાબંધ વેપારીઓ, બધાની દુકાન અને ધંધા બંધ થશે, થોડા વર્ષોમાં ભારતમાંથી માર્કેટિંગ યાર્ડ અને સહકારી ક્ષેત્ર સંપુર્ણ નાબુદ થશે,
(૬)ખેડૂતો એ કંપનીઓ સાથે કરાર કરેલા હશે એમને કુદરતી આફત સમયે સરકારી સહાય કે વળતર મળશે નહી, કે કોઇ પાક વિમો મળશે નહી
(૭)કરાર દરમિયાન ખેડૂત જમીન વેચી શકશે નહી કે જમીન ઉપર લોન ધિરાણ મેળવી શકશે નહી…
(૮)ખેડુત કંપનીનો વેઠીયો બની જશે, કંપનીઓ જે કરારો કરશે તેમાં અનેક શરતો હશે જેના કારણે શરત ભંગ થતા કંપની ખેડુત ઉપર દાવો કરીને જમીન ખાલસા કરાવશે,
(૯) એગ્રીકલ્ચર હેતુઓ માટે બિનખાતખદાર કંપનીઓ અને સંસ્થાઓ જમીનો ખરીદી શકશે એવો એક અલગ અધિનિયમ અગાઉ લાગુ થયેલો છે, એટલે કરારના શરત ભંગથી કલેકટર દ્વારા ખાલસા થયેલ જમીનો પણ કંપનીના કબ્જા ભોગવટામાં આવી જશે,..
(૧૦)જમીન મહેસુલ અને ગણોત તથા કૃષિ જમીનો ના મુળભુત કાયદાઓ પ્રમાણે ખેડૂતો ખાતેદાર, જમીનદાર, ભોગવટેદાર અને કબ્જેદાર છે પરતું માલીક હકક નથી, જમીન ના માલીક સરકાર છે અને એટલે કૃષિને લગતા કોઇ પણ કાયદાની શરતભંગથી જમીન ખાલસા કરવાનો અધિકાર કલેકટરોનેજ મળેલા છે, આ કૃષિ સુધારામાં પણ વિવાદ અને તકરારની તમામ સતા કલેકટરોને આપેલ છે,…
(૧૧)બધા બુદ્ધિશાળીઓ માર્કેટિંગયાર્ડ, એમ.એસ.પી., વગેરેની ચર્ચા કરે છે પણ હકીકતમાં આ ત્રણ અધિનિયમોની એક એક કલમોને છુટી પાડીને અમલમાં રહેલા બીજા જમીન મહેસુલ અંગેના કાયદાઓની કલમો સાથે સંકલન કરી જોડશો તો આ નવા કૃષિ સુધારા અધિનિયમોની ખેડૂતો ઉપરાંત પ્રજા ઉપર પડનારી ભયાનક અસરો સમજી શકાશે,કારણ ખેડૂતો માટે કાયદાઓ અધિકારીઓએ બનાવ્યા નથી અદાણી, અંબાણી દ્વારા જ તેના માટેજ બનાવવામાં આવ્યા છે……
ભારતના ઇતિહાસમાં રાજા મહારાજાઓ, બાદશાહો, મુઘલો, અંગ્રેજોએ ખેડૂતો પાસે કરવેરા લીધા, અડધુ અડધુ અનાજ લીધુ,પણ ખેડૂતોને બીજાના ગુલામ ક્યારેય બનાવવાના કાયદા કર્યા નથી, મોદી આ પહેલો ક્રુર માણસ છે જેણે કપટથી ખેડૂતોનું સર્વસ્વ છિનવીને અંબાણી,અદાણીની જે કંપનીઓના ગુલામ બનાવવા કાયદાઓ કર્યા છે,તેની પુરોગામી અસરો નાનામાં નાના વ્યક્તિને થવાની છે અને ભાજપના તમામ નેતાઓ પણ જાણે છે પરંતુ કોઈની હિંમત નથી કે મોદીની સામે બોલી શકે એટલે તે નેતાઓ પણ દેશની પ્રજાને ખેડૂતોના કાયદાઓ અંગે ગુમરાહ કરી રહ્યા છે એટલે સમજો અને તેનો વિરોધ કરો વિરોધ ન કરી શકતા હોવ તો તેને સમર્થન કરો..
વિશ્વમાં આજ સુધીમાં સદામ, ઇદી અમીન, હિટલર, જેવા અનેક ક્રુર તાનાશાહો પેદા થયા, અનેક યુદ્ધો થયા, કરોડો નિર્દોષ લોકો મરાયા પણ જીવતે જીવ દેશના ખેડૂતો, વેપારીઓ, જનતાને ગુલામ વેઠીયા બનાવવા કાયદાઓ બનાવનાર દુનિયામાં નરેન્દ્ર મોદી પહેલો તાનાશાહ છે જેણે ભારતને બરબાદ કરવા અંબાણી,અદાણીની બે પાંચ કંપનીઓ માટે દેશ ને ગુલામ વેઠીયા બનાવવા માટે આ કાયદાઓ કર્યા છે તે સમજો અને ખેડૂતોને નહિ પરંતુ આપણ સૌ કોઈને તેની અસર થવાની છે….
ભારતની લગભગ તમામ બેંકો સફાચટ નાદાર બની ચુકી,સાર્વજનિક કંપનીઓ, રેલ્વે, બી.એસ.એન.એલ. બંદરો, એરપોર્ટ, સંરક્ષણ શસ્ત્ર કંપનીઓ, બધુ બે ચાર કંપનીઓને વેચી માર્યુ છે, અબજો ડોલરની વિદેશી લોનો લઈ દેશને નાદાર બનાવી દિધો છે અને ઉદ્યોગપતિઓની અબજોની લોન માફ કરી જનતાની બચતનો પૈસો વેડફી દિધો, ખનીજની લીઝો, સરકારી મિલ્કતો ૯૯ વર્ષના પટે કંપનીઓને મફત આપી દિધી,અબજો ખર્વો રૂપીયાની ખનીજની ખાણો ૫૦-૫૦વર્ષની લીઝો આપી દિધી, બિનજરૂરી બાંધકામો કરવાના મોટા મોટા અબજોના કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરોથી આપ્યા છે કરોડોની રીશ્વતખોરીઓ ચાલુ કરી, સરકારી તમામ અધિકારીઓ અને તંત્રને ભ્રષ્ટ કરી દિધુ,અને પોતે કહે”ખાતો નથી અને ખાવા દેતો નથી” ચાવવાના જુદા અને દેખાડવાના જુદા..
અદાલતોમાં પણ સતત રાજકીય હસ્તક્ષેપને કારણે કાયદાઓમાં બંધારણના અધિકારોને ડામી દેવામાં આવ્યા,..સાચા અને તાનાશાહી અત્યાચારો વિરુદ્ધ બોલનારાઓને રાષ્ટ્રદ્રોહી બનાવી ખતમ કરી દિધા,તમામ સામાજીક સંસ્થાઓને ભાંગી નાખી છે અને કઠપૂતળી બનાવી દીધી છે પોતાની મનમાની કરવા રાજકીય નેતાઓ સામે IT,ED,CBIનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે….
પોલીસ પ્રજાને રક્ષણ કરવાને બદલે પ્રજા પર જ દમન કરવા લાગી, અને શેખચલ્લી જેવા તખલખી નિયમોથી પ્રજાને સતત દંડીત કરવામાં આવી રહ્યા છે જેમાં કોરોનાકાળમાં માસ્કના નામે કરોડો રૂપિયા નો દંડ વસૂલ્યો છે અને પ્રજાને માટે કંઈજ કર્યું નથી……
નોટબંધી,જીએસટી, એફ. ડી.આઇ. કૃષિ સુધારણા, વગેરે કાયદાઓથી દેશના નાગરીકને બરબાદ કરવા સિવાય મોદી સરકારે એકપણ સારૂ પ્રમાણિક કામ કર્યુ નથી…
દેશમાં લોકોને ગુમરાહ કરવા માટે મોદી દ્વારા જ ભાજપા આઇ.ટી.સેલની સોશિયલ મીડિયાની ફેક ન્યુઝ અને તદ્દન બનાવટી સાયકોલોજી પ્રવૃત્તિઓને કારણે યુવા પેઢીને બરબાદ કરવામાં આવી છે અને થઈ ચુકી છે.. આજનો શિક્ષિત યુવાન કે યુવતી સાચુ ખોટું પારખી જાણી શકતા નથી, સમજી શકતા નથી, અંધભકિતના નશામાં ચકચુર કરોડો શિક્ષિતોને બેકાર બેરોજગાર બનાવી દિધા…
મોદીએ સતા માટે હિન્દુ-મુસ્લિમના નામે દેશમાં જબરદસ્ત કોમવાદ, અને બહુજન સમાજમાં જાતીવાદના ઝેરથી સમાજ ની વ્યવસ્થાઓમાં સતત રમખાણો મચાવી દિધા, સંસદમાં એકથી એકથી ખતરનાક અપરાધીઓને સંસદમાં બેસાડયા,અને રાજયની સરકારોમાં જે જે ચૂંટાયેલા ધારાસભ્યો છે તેની ખરીદ ફરોખ કરીને સતત લોકશાહી ભંગ કર્યો, અપરાધીઓ, ગુનાખોરોને ધારાસભામાં સતાઓ આપી, દેશ બરબાદી તરફ દોરી જાય છે એટલે હવે આ સતા લાલચુ અને દેશ વિરોધીઓથી હવે દેશ  બચાવો તે આપણા હાથમાં છે માટે ખેડૂતોને આંદોલન માં સમર્થન કરીએ….
સોશિયલ મીડીયા,પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડીયા સહિત અખબારી આલમ મોદીના ઇશારે દેશને બરબાદ કરી દિધી ખરબો રૂપિયા આ લોકોની પાછળ મોદીએ ઉડાવ્યા છે અને એટલે જ મોદીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એ સમજો નહિ તો બહુ મોડું થઇ ગયું હશે હવે અને રાજકીય પક્ષા પક્ષી છોડીએ અને દેશ હિત માટે કંઈક કરીએ…, 
અમેરીકા,બ્રિટન,ચીન, કેનેડા, સહિત દુનિયાની મહાસતાઓ ભારતના આ જ વડાપ્રધાનનો વિરોધી છે એના કારણે દેશ વિરોધી પરીણામ આવી રહ્યા છે,.
ભારતને બચાવવુ હોય, ખેડૂતો અને ખેતીનું રક્ષણ કરવુ હોય,જનતાએ આ ગુલામી અને આ વેઠીયા ગીરીથી બચવુ હોય તો આ આંદોલનમાં જોડાવવું જ પડે…
આ ફકત ખેડૂતોનું નહી પરંતુ શિક્ષિત બેરોજગારો, કામદારો, વેપારીઓ અને જનતાનું આંદોલન હોવું જોઇએ…..વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/