fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સમયમા યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈને સવારથી સાંજ સુધી બેઠકોનો યોજાઇ

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈને પ્રદેશતરફ થી નિયુક્ત ચૂંટણી ઇન્ચાર્જ જીતુભાઇ વાઘાણી, ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખ -મહામંત્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખઓ – મહામંત્રીઓ, જિલ્લા આઇ.ટી.શોસિયલ મીડીયા અને મીડીયાનાહોદેદારઓ, જિલ્લા હોદેદારઓ – મંડલ પ્રમુખ્-મહામંત્રીઓ-મંડલ પ્રભારીઓ, જિલ્લા બ્રુહદ સંકલનસમીતીના હોદેદારઓ, જિલ્લા સંકલન સમીતીના હોદેદારઓ સાથે બેઠકોનો ધમધમાટ રહ્યો હતો. આ તકે જિલ્લાભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, સંસદ નારણભાઇ કાછડીયા, પ્રદેશ પ્રવક્તા મહેશભાઈ કસવાલા સહિત નાઆગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .આ તકે પ્રદેશ તરફ થી નિયુક્ત ચૂંટણી ઇન્ચાર્જ જીતુભાઇ વાઘાણી, ધર્મેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા ભાજપપ્રમુખ કૌશિક વેકરિયા, સંસદ સભ્ય નારણભાઇ કાછડિયા, પ્રદેશ પ્રવક્તા મહેશભાઇ કસવાલાએ આ બેઠકોમા ઉપસ્થિતકાર્યકર્તાઓને માર્ગદર્શન્ આપેલ તેમજ આગામી દિવસોમા યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુટણી માટે કામે લાગી જવાઆહવાન કરેલ. તેમ જિલ્લા ભાજપ મહામંત્રી પુનાભાઇ ગજેરા, પિઠાભાઇ નકુમ અને ભુપેન્દ્રભાઇ બસીયાની સયુક્તઅખબાર યાદિમા જણાવાયુ છે.

Follow Me:

Related Posts